GUJARAT

ઈસરો માં ફરજ બજાવતા ડેડીયાપાડા ના કિશનભાઈ નું સન્માન સમારોહ યોજાયું.

ઈસરો માં ફરજ બજાવતા ડેડીયાપાડા ના કિશનભાઈ નું સન્માન સન્માન સમારોહ યોજાયું.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 30/08/2023 : ભારત અવકાશ ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચ્યો. ઈસરોએ પોતાનું ત્રીજુ ચંદ્ર મિશન ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતુ. જેના કારણે વૈજ્ઞાનિકોને દુનિયાભરથી શુભેચ્છાઓ મળી હતી. આ દરમિયાન એસ સોમનાથ લાઈમલાઈટમાં હતા. ISRO ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી. તેનો હેતુ અવકાશમાં નવી શોધ કરવાનો અને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઉપગ્રહો સ્થાપિત કરવાનો છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ઈસરોએ ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. હવે તે વિશ્વની ટોચની સ્પેસ એજન્સીઓમાં સામેલ થઈ ગઈ છે અને ડેડીયાપાડા ના કિસનભાઈ જે ઇસરો માં ફરજ બજાવતા હતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું.

 

આદિવાસી સમાજનું ગૌરવ કિશનભાઇ વસાવા એ દેડીયાપાડા તથા નર્મદા જિલ્લાનું નામ આગળ વધાર્યું છે. ડેડીયાપાડા તાલુકાના અલમાવાડી ગામે માધ્યમિક શાળામાં જ ભણતર લઈ ખૈરડીપાડા ગામના વતની કિશનભાઇ વસાવા ઇસરોમાં ફરજ બજાવે છે, ત્યારે નર્મદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અલમાવાડી માઘ્યમિક શાળા દ્વારા તેમનું સન્માન સમારોહનું આયોજન થયું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!