ARAVALLIMODASA

મોડાસાના યુવકને ૧૬ લાખ વ્યાજે આપી ૯૧ લાખ પડાવી લેનાર વ્યાજખોરો સામે ફરિયાદ, પોલીસે એકને દબોચ્યો –  ન.પા.ભાજપના પૂર્વ કોર્પોરેટર વ્યાજંકવાદીઓની સતત ધમકીથી પોલીસ શરણ લીધું* 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસાના યુવકને ૧૬ લાખ વ્યાજે આપી ૯૧ લાખ પડાવી લેનાર વ્યાજખોરો સામે ફરિયાદ, પોલીસે એકને દબોચ્યો –  ન.પા.ભાજપના પૂર્વ કોર્પોરેટર વ્યાજંકવાદીઓની સતત ધમકીથી પોલીસ શરણ લીધું*

*બંને વ્યાજખોરોએ વધુ ૧.૧૫ કરોડ વ્યાજ પેટે માંગણી કરી તેમજ કરોડો રૂપિયાની પ્રોપર્ટી સગા સંબંધીઓના નામે કરાવી લીધા*

અરવલ્લી જીલ્લા સહિત મોડાસા શહેરમાં વ્યાખોરોના વિષચક્રમાં ફસાઈ અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે મોડાસા શહેરના પ્રતિષ્ઠિત પરિવારના યુવક અને મોડાસા નગરપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટર આર્થિક સંકડામણમાં સપડાતા બે વ્યાજખોરો પાસેથી ૧૬ લાખ રૂપિયા વ્યાજે લેતા વ્યાજખોરોએ વ્યાજ અને પેનલ્ટીના નામે ૯૨ લાખ રૂપિયા પડાવી લઈ વધુ ૧.૧૫ કરોડની ઉઘરાણી કાઢી કરોડો રૂપિયાની પ્રોપર્ટી લખાવી ધાકધમકી આપતા યુવકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક વ્યાજંકવાદીને દબોચી લઈ તેના સાગરીતને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા શહેરની એપલ સિટીમાં રહેતા અને એટલાન્ટા થિયેટરના માલિક પ્રિયંક પટેલને બેંકની લોનના ૧૬ લાખ રૂપિયા ભરવાની જરૂરિયાત ઊભી થતા સિનેમા પર બેસવા માટે આવતા સબલપૂરના તેના મિત્ર વિજય ઓધારભાઈ દેસાઈ પાસેથી ૧૦ ટકાના વ્યાજે ૧૬ લાખ રૂપિયા લીધા હતા દર મહિને ૧.૬ લાખ રૂપિયા વ્યાજ અને પેનલ્ટી મળી ૮ લાખ રૂપિયા ખંખેરી લીધા પછી ત્રણ મહિનાના ૨૩.૫૦ લાખ રૂપિયા બાકી કાઢી તાત્કાલિક ઉઘરાણી કરવાનું ચાલુ કર્યા પછી પ્રિયંક પટેલને ૨૩.૫૦ લાખ રૂપિયા માટે ધાકધમકીઓ આપી ધનસુરાના વ્યાજખોર નિકુલ સોકાભાઈ રબારી પાસેથી ૨૩.૫૦ લાખ રૂપિયા વ્યાજે અપાવી વિજયે રૂપિયા લઈ લીધા પછી અન્ય બાકી રકમ અને વ્યાજ નિકુલ પાસેથી સમજવાની વાત કરી ૨૩.૫૦ લાખ સામે દરરોજના વ્યાજ પેટે રૂ.૨૮૨૦૦ આપવાનું નક્કી કર્યા પછી પેનલ્ટી અને વ્યાજના નામે વિજય અને નિકુલે ધમકીઓ આપી પ્રિયંક પટેલ પાસેથી ૯૧ લાખ રૂપિયા પડાવી લીધા હતા બંને વ્યાજખોરોએ પરિવારના દાગીના પણ વેચાવી રૂપિયા પડાવી લીધા પછી એટલાન્ટા કોમ્પ્લેક્સમાં આવેલ પ્રોપર્ટીના દસ્તાવેજ સગા સંબધીના નામે કરાવી લીધા હતા વ્યાજખોરોએ બધું પડાવી લીધા પછી ૧.૧૫ કરોડ રૂપિયા વ્યાજ અને મૂડી પેટે માંગી ધમકી આપતા આખરે પ્રિયાંક પટેલે વિજય ઓધારભાઈ દેસાઈ અને નિકુલ સોકાભાઈ રબારી સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ રોહિત ચૌધરી અને તેમની ટીમે વ્યાજખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી સબલપુરના વ્યાજખોર વિજય ઓધારભાઈ દેસાઈને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ભૂગર્ભમાં ઉતરી ગયેલ ધનસુરાના વ્યાજખોર નિકુલ સોકાભાઈ રબારીને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Back to top button
error: Content is protected !!