
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં ભૂલકાઓને ‘રક્ષા પોટલી’ અને ‘ગ્લુકોઝ બિસ્કિટ’નું વિતરણ

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી જિલ્લાના રસાયણશાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં આવેલી આંગણવાડીઓના નાના ભૂલકાઓને ગ્લુકોઝ બિસ્કિટ અને રક્ષણના પ્રતીક રૂપે ‘માઁ અંબેની રક્ષા પોટલી’ અર્પણ કરવામાં આવી હતી.”બાળકોના સ્મિતમાં જ ઈશ્વરનો વાસ છે. રક્ષા પોટલી દ્વારા તેમને માતાજીનું સુરક્ષા કવચ મળે અને બિસ્કિટ દ્વારા નાનકડો નાસ્તો મળે, તેવો નમ્ર પ્રયાસ છે.” કાર્યક્રમથી બાળકોમાં આનંદની લહેર જોવા મળી હતી. ચૈત્રી નવરાત્રી 2023 થી અત્યાર સુધીમાં અધ્યાપકે પોણો કરોડ થી વધુ સ્વદેશી ગ્લુકોઝ બિસ્કિટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ જેકેટ્સ વસ્ત્ર શાળા પરિસર માટે હજારો વૃક્ષો ની સેવા રાજ્ય અને રાજ્ય બહાર પોતાના સમયે સ્વખર્ચે ત્રણ હજાર થી વધુ સફળ કાર્યક્રમો યોજી અવિરત સેવારત છે.





