ARAVALLIMODASA

મોડાસામાં નાઈક બ્રાન્ડના ડુપ્લિકેટ શૂઝ-ચપ્પલનો પર્દાફાશ, રૂ.2.65 લાખનો મુદ્દામાલ જપ્ત – નામચીન દુકાનોનું નામ પણ ચર્ચોમાં, જ્યાં પોલીસ ખાલી હાથે પાછી આવી..!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં નાઈક બ્રાન્ડના ડુપ્લિકેટ શૂઝ-ચપ્પલનો પર્દાફાશ, રૂ.2.65 લાખનો મુદ્દામાલ જપ્ત – નામચીન દુકાનોનું નામ પણ ચર્ચોમાં, જ્યાં પોલીસ ખાલી હાથે પાછી આવી..!!!

મોડાસા શહેરમાં નાઈક બ્રાન્ડના નામે ડુપ્લિકેટ શૂઝ અને ચપ્પલનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની બાતમીના આધારે મોડાસા ટાઉન પોલીસ અને એસઓજી ટીમે બે અલગ-અલગ દુકાનો પર દરોડા પાડી રૂ.2.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બંને દુકાન સંચાલકો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.દિલ્હી સ્થિત યુનાઇટેડ એન્ડ યુનાઇટેડ ઓવરસીઝ ટ્રેડમાર્ક કંપનીના એન્ફોર્સમેન્ટ ઓફિસર પ્રવિણકુમાર રાજપુતે પોલીસને ફરિયાદ આપી હતી કે મોડાસા શહેરમાં કેટલીક દુકાનોમાં નાઈક કંપનીના નામે ડુપ્લિકેટ શૂઝ અને ચપ્પલનું વેચાણ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસ અને કંપનીના પ્રતિનિધિઓએ પંચોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે પ્રથમ મોડાસા ચાર રસ્તા નજીક પૂર્ણિમા હોટલ સામે આવેલી ગલીમાં આવેલી “મી શુ” નામની દુકાનમાં દરોડો પાડતાં પ્રદીપ કેસાભાઈ થોરી પાસેથી 120 જોડી ડુપ્લિકેટ શૂઝ અને 50 જોડી ડુપ્લિકેટ ચપ્પલ મળી કુલ 170 જોડી, રૂ.1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો .ત્યારબાદ હજીરા વિસ્તારમાં શાંતમ-11 કોમ્પ્લેક્સ ખાતે આવેલી “બુલેટ ” નામની દુકાનમાં દરોડો પાડતાં ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ પાસેથી 65 જોડી ડુપ્લિકેટ શૂઝ અને 30 જોડી ડુપ્લિકેટ ચપ્પલ મળી કુલ 95 જોડી, રૂ.95 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આમ બંને દુકાનોમાંથી કુલ 265 જોડી ડુપ્લિકેટ નાઈક બ્રાન્ડના શૂઝ અને ચપ્પલ મળી રૂ.2.65 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મોડાસા ટાઉન પોલીસે પ્રદીપ કેસાભાઈ થોરી અને ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ સામે કોપીરાઇટ એક્ટ-1957ની કલમ 51, 63 અને 64 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

વધુમાં ખાસ ચોંકાવનારી ચર્ચાઓ તેજ બની છે જેમા મોડાસા વિસ્તારમાં કેટલીક નામચીન શૂઝ દુકાનોમાં પણ ડુપ્લીકેટ શૂઝનો માલ વહેંચાતો હોવાની પણ વાતો વહેતી થઈ છે બીજી તરફ મોડાસાની મેવારામ, મી, બુલેટ ત્રણ દુકાનમાં રેડ કરવામાં આવી હતી પરંતુ મી શૂઝ અને બુલેટ શૂઝ માં  ડુપ્લીકેટ વહેચાણ સામે જિલ્લા SOG ધ્વારા કાર્યવાહી હાથ ધરી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જોકે મેવારામ દુકાનમાં કોઈપણ પ્રકારનું ડુપ્લીકેટ મટીરિયલ ન મળી આવતા દુકાનદારે રાહત નો શ્વાસ લીધો હતો પરંતુ મોડાસા શહેરમાં ડુપ્લીકેટ શૂઝ વહેંચાતા હોવાની ઘટના ને લઈ અવનવી ચર્ચાઓ જામી છે

Back to top button
error: Content is protected !!