
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ટીંટોઈ ગામની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા, બે ફરાર – અંડરબ્રિજ નજીક પોલ્ટ્રી ફાર્મ પાછળ આવેલા આંબાના ઝાડ નીચે રમતા હતા જુગાર
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામની સીમમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન હારજીતનો ગંજીપાનાનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે બે ઇસમો પોલીસને જોઈને ખેતરો તરફ નાસી છૂટ્યા હતા

પોલીસને ખાનગી બાતમી મળતા ટીંટોઈ ગામની સીમમાં રેલ્વે અંડરબ્રિજ નજીક મુસેખાન મકરાણીના પોલ્ટ્રી ફાર્મ પાછળ આવેલા આંબાના ઝાડ નીચે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન કેટલાક લોકો જુગાર રમતા જોવા મળ્યા હતા. પોલીસ પહોંચતા જ કેટલાક લોકો ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી ચાર ઇસમોને કોર્ડન કરી ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી હારજીતના દાવ પર મૂકવામાં આવેલા રૂ.4,200 તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલા રૂ.2,360 મળી કુલ રૂ.6,560 રોકડ રકમ, ગંજીપાનાનો એક સેટ તથા અન્ય સામાન કબજે કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં સાહબાજ ઇલીયાસભાઈ શાહ (રહે. મોડાસા), તોસીફ રજા ઇસ્માઈલભાઈ બાંડી, ઇરફાન મહેમુદખાન પઠાણ તથા શાબીરહુસેન ગુલામહુસેન મોડાસીયા (તમામ રહે. ટીંટોઈ)નો સમાવેશ થાય છે.આ અંગે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર અધિનિયમની કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર થયેલા બે ઇસમોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.
આરોપીના નામ
(1) સાહબાજ ઇલીયાસભાઇ શાહ
(2) તોસીફ રજા ઇસ્માઇલભાઇ બાંડી
(3) ઇરફાન મેહમુદખાન પઠાણ
(4) શાબીરહુસેન ગુલામહુસેન મોડાસીયા
(5) બે અજાણ્યા માણસો જેના નામ ઠામ જાણવા મળેલ નથી જે જે રેડ દરમ્યાન નાસી ગયેલ



