- અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025*
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની ગુજેરી, શિકા અને મલેકપુર પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે નાના ભૂલકાઓને બાલવાટિકામાં તેમજ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવી શિક્ષણની શરૂઆતનો શુભારંભ કરાવ્યો.આ કાર્યક્રમમાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. શાળાઓને રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવી હતી, જેનાથી વાતાવરણ ઉત્સવમય બન્યું હતું. કલેક્ટરશ્રીએ બાળકોને શૈક્ષણિક કીટ, પુસ્તકોનું વિતરણ કર્યું. ખાસ કરીને બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓના ચહેરા પર શાળા પ્રત્યેનો ઉત્સાહ અને આનંદ સ્પષ્ટ જોવા મળ્યો.
જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું કે, “શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને ખાસ કરીને બાળકીઓનું શિક્ષણ સમાજના વિકાસનું પાયાનું પાસું છે. ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ દ્વારા બાળકીઓને શિક્ષણની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. શિક્ષણ દ્વારા જ આપણે બાળકોને સશક્ત અને સ્વાવલંબી બનાવી શકીએ છીએ.” તેમણે વાલીઓને પણ અપીલ કરી કે તેઓ પોતાના બાળકોના શિક્ષણમાં રુચિ લે અને શાળા સાથે સહયોગ આપે.
કાર્યક્રમના અંતે પર્યાવરણ જાર્ગૃતિના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ , જેમાં કલેક્ટર, અધિકારીઓ , શિક્ષકો, અને ગ્રામજનોએ ભાગ લઈ વૃક્ષોનું રોપણ કર્યું. આ ઉરાંત, શાળામાં સાસ્કૃતિક કાર્યક્રમો, બાળકોના નૃત્ય અને ગીતોની રજૂઆતોએ ર્યક્ન યાદગાર બનાવ્યો. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના અધિકારીઓ , પદાધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા