અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ :ગ્રામ્ય વિસ્તારમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો યુવાન, જમવામાં માદક પદાર્થ ભેરવી દુલ્હન થઇ ફરાર… લગ્નના ત્રણ દિવસમાં જ બની ઘટના
ઇસરી પોલીસ ને લૂંટેરી દુલ્હન પરિવારે શોધીને સોંપેલ પરંતુ કોઈજ કાર્યવાહી નહિ..? 2,30,000/- રોકડા અને ચાંદી ની રકમ સાથે લૂંટેરી દુલ્હને કરી ઠગાઇ
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઇસરી પોલિસસ્ટેશન વિસ્તારમાં એક ગામમાં ખેતીકામ પરિવાર નું ગુજરાન કરના એક પિતાનો દીકરો લૂંટેરી દુલ્હન નો ભોગ બન્યો,વધુમાં મળતી માહીતી અનુસાર લૂંટરી દુલ્હન ને પકડી ને ઇસરી પોલિસ ને સોંપવામાં આવી છતાં પોલીસે કેમ કોઈ કાર્યવાહી ના કરી…? એ પણ સવાલ ઉભો છે
સમગ્ર ઘટના જોઈએ તો જેમાં ભોગ બનનાર યુવક અને પરિવાર અન્ય એક એક ગામના અવાર નવાર સબધી ના ગરે જતા આવતા હોઈ તે સમયે તેજ ગામના બે વ્યક્તિઓ મળેલ અને કહેલ કે તમારા પુત્રનું લગ્ન કરાવી આપીએ જ્યાં અમારી ઓળખાણ છે તેમ કહી લગ્ન કરાવાની વાતમાં ભોરવી રૂ 30,000/- રોકડા લીધેલ અને ત્યારબાદ લગ્ન સગા-સબંધીઓની હાજરી માં મેઘરજ તાલુકાના એક ગામમાં મંદિરમાં હિંદુ શાસ્ત્રોવિધિ થી લગ્ન કરાવી આપેલ તે રૂ 2 લાખ રોકડા અને દર દાગીના જેવા કે ૧.ચાંદીનું મગન્સુત્ર, ૨.ચાંદીના છડા, ૩.ચાંદી નો આકડો(કેડ કંદોરો) લીધા હતા. ત્યારબાદ લગ્ન કરેલ યુવકને પત્ની તરીકે માત્ર ત્રણ દિવસ રહી પાક્કો વિશ્વાસમાં લઇ લીધેલ અને લગ્ન ત્રણ દિવસ બાદ રાત્રી સમયે જમવામાં કઈક માદક પદાર્થ ભેળવી ધીધેલ જેથી તે જમીને રાત્રી ના સમયે યુવક તથા યુવકનો પરિવાર સુતો હોઈ તે સમયે આશરે અંદાજીત રાત્રે ત્રણ વાગ્યા ના અરસામાં પરિવાર બધાને સુવવા દઈ છેતરપીંડી આચરી યુવતી નાસી ગયેલ છે. તેથી લગ્ન કરી આપનાર ને સંપર્ક કરતા ફોન સ્વીચ ઓફ આવેલ જયારે અને અન્ય એક ને પુછપરછ કરવા ગયેલ ત્યારે તે પણ ભાગી છુટેલ હતા.આમ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એકબીજા મદદગારી કરી લગ્ન નાટક આચરી ઠગાઈ કરી છેતરપીંડી કરેલ લૂંટેરી દુલ્હન નો ભોગ બનનારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અને મળતી માહિતી અનુસાર આ બાબતે ઘટના ની જાણ અરવલ્લી જિલ્લા પોલિસ વડાને પણ કરવામાં આવેલ છે.બીજી તરફ લૂંટેરી દુલ્હન ને પરિવાર દ્વારા પણ શોધખોર કરવામાં આવેલી હતી અને છેવટે લૂંટેરી દુલ્હન પરિવારના હાથમાં આવેલ અને તેને ઇસરી પોલિસને સોંપવામાં આવેલ હતી અને તે અંગે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે પણ એક સવાલ છે અને જો લૂંટેરી દુલ્હન ને પોલિસને સોપવામાં આવી હતી તો કેમ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી એ પણ સવાલ ઉભો છે. પોલીસ જ જો ગુનેગારો ને બચાવશે તો આમ જનતા કોની પાસે ન્યાય માંગશે આ બાબતે ભોગ બનનાર પરિવાર ને યોગ્ય ન્યાય મળે તે જરૂરી છે