
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : શાંતિપુરા ગામે સગા ભત્રીજા એ જ ફોઈની હત્યા કરી નાખી લૂંટ ચલાવી, માથાના ભાગે કાંસ મારી હત્યા કરી નાખી, 1 લાખથી વધુ રૂપિયાના દાગીના લૂંટી લીધા
ભત્રીજાએ માથાના ભાગે બે વાર કાંસ મારી ફોઈને મોતને ઘાટ ઉતારી અલ્ટો ગાડીના અંદરના ભાગે પુરી દઈ દરવાજો બંધ કરી નાખ્યો અંતે નીપજ્યું મોત
ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિપુરા ગામે બનેલ લુંટ તથા ખુનનો વણશોધાયેલ ગુન્હો ડીટેકટ કરી લુંટમાં ગયેલ સોના ચાંદીના દાગીના કિ.રૂ.૧,૦૩,૨૯૦/- તથા મોબાઈલ નંગ-૩ તેમજ રોકડ રકમ રૂ.૫,૫૦૦/-તેમજ મોટર સાયકલ-૧ મળી કુલ કિ.રૂ.૨,૮૮,૭૯૦/- ના મુદામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ડીટેઈન કરી અન્ય બે ઇસમોને LCB પોલીસે ઝડપી પાડ્યા
ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે બનેલ બનાવ અનુસંધાને વોચ તપાસમાં હતા દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે પાદર મહૂકી ગામે રહેતાં બાળ કિશોરએ શાંતિપુરા ગામે મરણ જનાર મંજુલાબેન બાલકૃષ્ણ ખરાડી નાઓનું મોત નીપજાવી તેઓના ઘરમાંથી સોના ચાંદીના દાગીના લુંટ કરેલ છે અને તે લુંટ કરેલ સોના ચાંદીના દાગીના આ તુષાર કુમાર તથા તેના મિત્ર રાકેશભાઈનાઓ તેમના મિત્ર હરિષચંદ્ર ના કાળા કલરની બજાજ પલ્સર મો.સા.નંબર GJ31AA2031 ઉપર લઇને દધાલીયાથી વરથુ થઇ મોડાસા તરફ આવનાર છે.જે બાતમી આધારે તમો પોલીસ તથા અમો પંચો બે સરકારી વાહનમાં બેસી સદરી મોતીપુરા ગામે સદરી ઉપરોક્ત બાતમી હકીકત વાળી મો.સા.ની વોચ તપાસમાં હતા દરમ્યાન ઉપરોક્ત હકીકત વાળી મો.સા.આવતાં સદરી મો.સા.ને ઉભી રાખવા હાથથી ઈશારો કરતાં સદરી ચાલકે પોતાની મો.સા. ઉભુ રાખેલ અને સદરી મો.સા. ઉપર જોતાં ત્રણ ઈસમો બેઠેલ હોય જે ત્રણ પૈકી ચાલકનું નામ ઠામ પુછતાં પોતે પોતાનું નામ હરીચંન્દ્ર કીર્તીકુમાર વિહાત ઉ.વ.૧૯ રહે. મુદર સુમ્બા તા.મોડાસા જી.અરવલ્લીનો હોવાનું જણાવતો હોય તેની પાછળ બીજો એક ઇસમ બેહેલ હતો જેનું નામ ઠામ પુછતાં પોતે પોતાનું નામ બાતમી હકીકતમાં જણાવેલ બાળ કિશોર હોવાનું જણાવેલ તેમજ ત્રીજા ઇસમનું નામ ઠામ પુછતાં પોતે પોતાનુ નામ રાકેશભાઈ નરસીહ ભાઈ દામા ઉ.વ. ૨૦ રહે. જેસીંગપુર તા.ભિલોડા જિ.અરવલ્લીનો હોવાનુ જણાવેલ. જેથી સદરી ત્રણેય ઈસમો પૈકી બાળ કિશોરના સબંધી નારણભાઈ કાન્તિભાઈ ડામોર રહે.ગેડ તા.મેઘરજ જી.અરવલ્લી નાઓનો સંપર્ક કરી સ્થળ ઉપર બોલાવેલ હતા.અને તેઓને ઉપરોકત હકીકત થી વાકેફ કરેલ હતા તેમજ તેઓની હાજરીમાં ત્રણેય ઇસમોને સાથે રાખી સદરી બાળ કિશોર ની અંગ જડતી કરતાં તેના પેન્ટના ખીસ્સામાંથી એક ઓપ્પો કંપનીનો કેસરી કાળા કલરનો એન્ડ્રોઈડ ઓપ્પો એ-૧૭૭ મોડલનો મોબાઈલ ફોન મળી આવેલ જે મોબાઇલ ફોનની કિ.રૂ.૧૦,૦૦૦/ની ગણી તપાસ અર્થે કબ્જે લીધેલ તેમજ પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂપીયા મળેલ જે જોતાં કુલ રૂ.૫.૫૦૦/-તપાસ અર્થે કબ્જે લીધેલ છે.તેમજ તેના પેન્ટના બીજા ખીસ્સામાંથી એક પીળી ધાતુનું કાળા મણકા વાળુ સોનાનું મંગલ સુત્ર, યાંદીની વીટી નંગ-૨ તથા ચાંદીના પગમાં પહેરવાના છડા જોડ ૧ મળી આવતાં સદર દાગીના તે ક્યાંથી લાવેલ હતા અને ક્યાં લઈ જઈ રહેલ હતા તે સબંધે પુછપરછ કરતાં તેણે જણાવેલ કે ગઈ તા.૧૯/૧૦/૨૦૨૪ ના રોજ પોતે તથા હરીચંનન્દ્ર બંને સાંજે આશરે છ એક વાગે મોટર સાયકલ શાંતીપુરા ગામે આવેલ અને પોતે હરીચંન્દ્રને વાત કરેલ અને આરોપીને કહેલ મારી ફોઈના ઘરે રહેતો હતો. તે સમયે તેઓ ના ઘરે મે સોના ચાંદીના દાગીના જોયેલ હતા અને તે દાગીના તેઓ તેમની પેટીમાં મુકી રાખેલ હતા. જે ચોરી કરવાનું નક્કી કરેલ હતું તે પછી બાળ કિશોર આરોપી તથા હરીચંન્દ્રબંને જેસીંગપુરથી નીકળી શાંતીપુરા ગામે આવેલ અને હરીચંન્દ્ર બાળકિશોર આરોપી ને શાંતીપુરા ગામે ઉતારી પાછો જતો રહેલ હતો. અને તે પછી બાળ કિશોર આરોપી ની ફોઈ મંજુલાબેનના ઘરની આજુબાજુ અંધારામાં બેસી રહેલ તે દરમ્યાન આરોપી નવરાત્રી પહેલાં ગેડ ગામના વિનોદભાઈ અમરાભાઈ ડામોરનો ફોન તેમજ તેનું સીમકાર્ડ લીધેલ હોય તે આરોપી પાસે હતું અને તે પછી રાત્રીના આશરે દસ સાડા દશેક વાગે આરોપીએ પોતાની ફોઈ મંજુલાબેન સુઈ જતાં તેઓના ઘરે ગયેલ તો તેઓ ઘરની અંદર સુતા હોય ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી તેઓની પેટીમાં દાગીના મુકેલ હોય પેટી ખોલી તેમાંથી એક પીળી ધાતુનું કાળા મણકા વાળુ સોનાનું મંગલસુત્ર,ચાંદીની વીટીનંગ-૨ તથા ચાંદીના પગમાં પહેરવાના છડા જોડ ૧ તથા સોનાની ચેઈન નંગ-૨ દાગીના કાઢેલ અને આરોપીએ ખીસ્સામાં મુકેલ તે સમયે આ આરોપીના ફોઈ જાગી જતાં આરોપીને પકડી પાડેલ જેથી આરોપીએ તેઓના હાથમાંથી છુટવા સારુ કોષીશ કરેલ પરંતુ તેઓએ આરોપી નો હાથ પકડી લીધેલ હોય છોડતા ના હોય જેથી ઘરમાં એક કાંસ પડેલ હોય જે આરોપીના હાથમાં આવી જતાં આરોપીએ કાંસ મંજુલાબેનને માથાના પાછળના ભાગે મારી દિધેલ તેમ છતાં તેઓ આરોપી નો હાથ છોડતા ના હોય બે વાર કાંસ માથાના ભાગે મારી દિધેલ તે પછી તેઓએ આરોપીને છોડેલ તે પછી તેઓને લોહી નીકળતું હોય આરોપીએ તેઓને ઉચા કરી તેઓના ઘર આગળ તેઓની અલ્ટો ગાડી પડેલ હતી તેમાં પાછળની શીટ ઉપર સુવડાવેલ તે સમયે તેઓ જીવતા હતા અને થોડીવાર ત્યાં આરોપી ઉભો રહેલ તે પછી તેઓ દરવાજો ખોલી બહાર નીકળવા જતાં હોય આરોપીએ દરવાજો લોક કરી નાખેલ હતો.અને તે પછી આખા ઘરમાં લોહી પડેલ હોય જેથી આરોપીએ પગ લુછણીયાથી આ લોહીના ડાઘ સાફ કરી નાખેલ હતા તે દરમ્યાન આરોપી ની ફોઈએ ગાડીનો દરવાજો ખોલી બહાર નીકળવા જતા દીવાલ બાજુમાં લોહી લુહાણ થઈ પડેલ અને ત્યાં નજીકમાં તેમનો મોબાઈલ ફોન કે જેનો પાસવર્ડ આરોપી ને ખબર હતો તે ખોલી મોબાઈલ ફ્લાઈટ મોડ કરી નાખેલ હતો તે પછી રાત્રીના આશરે અઢી ત્રણ વાગે આરોપી ત્યાંથી નીકળી ગયેલ હતો.અને શણગાલ મુકામે ખુલ્લા મેદાનમાં બેસી રહેલ અને સવાર પડતાં આરોપીએ ફોનથી હરીચંન્દ્રને ફોન કરતાં તે સવારે સાડા છએક વાગે તેની મો.સા. લઇને લેવા આવતાં આરોપી તથા હરીચંન્દ્ર બંને ત્યાંથી નીકળી ટીટોઈ આવેલ અને ટીટોઈ ચા પાણી કરી ટીટોઈથી મોડાસા દેવરાજથી આગળ ટી ખાતે આવેલ અને મોડાસા થોડીવાર રોકાય તે દરમ્યાન આ હરીચન્દ્ર તેના કપડા લેવા સારૂ તેના ગામે ગયેલ અને આરોપી મોડાસા ખાતે રોકાયેલ અને હરીચંન્દ્ર તેના કપડાં લઈને આવતાં બંને જેસીંગપુર ગામે રાકેશભાઈ દામાના ઘરે ગયેલ હતા અને ચોરેલ સોનાના દાગીના પૈકી એક ચેઇન ધોલવણી ત્રણ રસ્તાથી નદીના પહેલાં ધ્વની જવેલર્સ નામની દુકાને હાજર ઇસમને મારી મમ્મી બીમાર હતા અને મારે પૈસાની જરૂર હોવાનું કહી ફોઈના ઘરેથી ચોરેલ ચેઈન વેચેલ તેના રૂ.૩૩,૦૦૦/-આવેલ તેમજ બીજી ચેઈન આંબલી બજારમાં આવેલ મહાશક્તિ આશાપુરા જવેલર્સ નામની દુકાનમાં હાજર ઈસમને પણ મારે પૈસાની જરૂર હોવાનું કહી હરીચંન્દ્ર તેમજ રાકેશભાઈનાઓ મારફતે ચેઇન વેચેલ જેના રૂ.૫૫,૦૦૦/-આવેલ હતા તેમાંથી રૂ.૫,૫૦૦/-આરોપી પાસે છે અને બાકીના પૈસા મોજ શોખમાં વપરાય ગયેલ હતા તે સીવાયના બીજા બાકીના દાગીના વેચવાના બાકી હતા જે આરોપી પાસેથી મળી આવેલ હતા.જેથી સદરી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરના પેન્ટના ખીસ્સામાંથી મળી આવેલ એક પીળા રંગની ધાતુ નું કાળા મણકા વાળુ મંગલસુત્ર તેમજ ચાંદીની વીટીનંગ-૨ અને ચાંદીના પગમાં પહેરવાના છડા કે જે સોના ચાંદીના દાગીના રૂ.૧,૦૩,૨૯૦/-તથા રોકડરૂ.૫,૫૦૦/-તેમજ મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂ.૩૦,૦૦૦/- બજાજ પલ્સર કંપની મો.સા.ની કિંમતરુ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૮૮,૭૯૦/-નો મુદ્દામાલ સાથે બાળ કિશોર તથા અન્યબે આરોપીઓને ગુન્હાકામે આજ રોજ તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ BNSS એકટ કલમ-૩૫ (૧)(જે),મુજબ અટક કરી આગળની તપાસ સારૂં ટીંટોઈ પોલીસ સ્ટેશન તરફ મોકલી આપી આગળની તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) હરીચન્દ્ર કીર્તિકુમાર વિહાત રહે મુદરસુમ્બા તા.મોડાસા જી.અરવલ્લી (૨) રાકેશભાઈ નરસીહભાઈ દામા રહે.જેસીંગપુર તા.ભિલોડા જિ.અરવલ્લી




