
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
LCB એ મેઘરજના સુરદેવી પાસે દારૂ ભરેલી બલેનો કાર ઝડપાઈ, 8.65 લાખનો મુદ્દામાલ જપ્ત – એક આરોપી ઝડપાયો
અરવલ્લીમાં દારૂની મોટી હેરાફેરી પકડાઈ, 8.65 લાખનો મુદ્દામાલ જપ્ત
Local Crime Branch Aravalli દ્વારા મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારના સુરદેવી ગામની સીમમાં દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂ, બિયર, મોબાઇલ અને કાર સહિત કુલ રૂ. 8.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પટેલ ઢુંઢા ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતી ત્યારે બાતમી મળી કે Maruti Baleno કારમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈ બે ઇસમો મેઘરજ તરફ આવી રહ્યા છે. પોલીસે નાકાબંધી ગોઠવી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ભગાડી દીધી હતી.
પોલીસે પીછો કરતા સુરદેવી ગામની સીમમાં કારનું ટાયર ફાટતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બેમાંથી એક ઇસમ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. કારની તપાસમાં કુલ 1431 બોટલ-ટીન વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા.
ઝડપાયેલ મુદ્દામાલ:
ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર કુલ 1431 બોટલ/ટીન — રૂ. 3,60,780
Maruti Baleno — રૂ. 5,00,000
મોબાઇલ ફોન — રૂ. 5,000
કુલ મુદ્દામાલ — રૂ. 8,65,780
પકડાયેલ આરોપી:
રાજુ માંગીલાલ કિશનલાલ કીર, રહેવાસી Rajsamand
વોન્ટેડ આરોપીઓ:
શંકરભાઈ ગામેતી, Udaipur
કુલદીપ ઉર્ફે દીપક, Udaipur
પરબત (સરનામું અજ્ઞાત)





