
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : સીસોદરા મેઘાઈ ગામે આર એન્ડ બી વિભાગની બેદરકારી સામે આવી : ગરનાળાના અભાવે ખેડૂતોને હાલાકી.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ થી સતત વરસાદ વરસાદ વરસી રહ્યો છેં જેના કારણે અનેક જગ્યાએ ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છેં ત્યારે મેઘરજ તાલુકાના સીસોદરા મેઘાઈ ગામે આશ્રમ પાસે આવેલ મુખ્ય માર્ગ ઉપર વળાંક માં આર એન્ડ બી વિભાગ દ્વારા અગાઉ બનાવેલ ડામર માર્ગ ઉપર પાણી ભરાઇ રહેવાની સમસ્યા હોવા છતાં આ માર્ગ ઉપર આશ્રમ પાસે ગરનાળુ ન મુકતા છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોના ખેતરોમાં અને મુખ્ય માર્ગ ઉપર ઢીંચણ સમા પાણી ભરાય રહેતા હોવાથી મોટા ભાગનો માર્ગ ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ રહે છેં જેના કારણે વાહન ચાલકોને અનેક નાના મોટા અકસ્માતો પણ નડ્યા છેં અને સતત ભરાઈ રહેતા પાણી થી વાંગા જેવી સ્થિતિ નિર્માણ પામી છેં અને ખેતરો બેટમાં ફેરવાયા છેં જેના લીધે જમીન બંજર બની છેં અને ખેડૂતોને ઉપજ ન મળતા આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છેં ત્યારે તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લઇ પાણીના નિકાલ સહિત માર્ગ ઉપર ગરનાળુ બનાવવા ખેડૂતોમાં માંગ ઉઠી છેં.




