ARAVALLIMODASA

મોડાસા પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલ મારપીટ કેસ : ટ્રસ્ટી-આચાર્ય હજુ પોલીસ પકડથી દૂર, CCTV ફૂટેજને લઈને ઉઠ્યા સવાલો – ન્યાય માટે વાલીની આપવીતી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલ મારપીટ કેસ : ટ્રસ્ટી-આચાર્ય હજુ પોલીસ પકડથી દૂર, CCTV ફૂટેજને લઈને ઉઠ્યા સવાલો – ન્યાય માટે વાલીની આપવીતી

મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થી સાથે થયેલી કથિત મારપીટની ઘટનામાં નોંધાયેલા ગુનાને 6  દિવસ વીતી ગયા હોવા છતાં આરોપી ટ્રસ્ટી હરેશ પટેલ અને આચાર્ય ચંદ્રસેન પટેલ હજુ સુધી પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી હજુ પણ સારવાર હેઠળ છે તેવું વાલી જણાવી રહ્યા છે

ગત શનિવારે બનેલી આ ઘટનામાં વિદ્યાર્થીને પ્લાસ્ટિકની પાઇપ તેમજ લાફા મારીને શારીરિક ઇજા પહોંચાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ટ્રસ્ટી હરેશ પટેલ અને આચાર્ય ચંદ્રસેન પટેલ સામે ગુનો નોંધાયો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીને માર મારવામાં ઉપયોગમાં લેવાયેલી પ્લાસ્ટિકની પાઇપ પોલીસે કબજે લીધી છે. ઉપરાંત, સ્કૂલના CCTV ફૂટેજ પણ તપાસ માટે મેળવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમ છતાં, બંને આરોપીઓની હજુ સુધી ધરપકડ ન થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

વિદ્યાર્થીના વાલીએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓ દ્વારા પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની શંકા છે. વાલીનું કહેવું છે કે જો મહત્વના પુરાવા સાથે ચેડાં થશે તો તેમના બાળકને ન્યાય મળવો મુશ્કેલ બનશે. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી બાળકને ન્યાય અપાવવાની માંગ કરી છે.આ સમગ્ર ઘટનામાં ખાસ કરીને સ્કૂલના CCTV ફૂટેજ, તેની સુરક્ષા અને તેમાં કોઈ પ્રકારની છેડછાડ થઈ છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા તેજ બની છે. હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને આરોપીઓની ધરપકડ ક્યારે થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Back to top button
error: Content is protected !!