ARAVALLIMODASA

મોડાસા –  ઝમઝમ મોબાઇલના ઉદ્ઘાટનમાં ભીડ એકત્ર કરવાના મામલે 2 લોકો સામે ગુનો નોંધાયો, મફતમાં ગિફ્ટ ફેંકવી ભારે પડી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા –  ઝમઝમ મોબાઇલના ઉદ્ઘાટનમાં ભીડ એકત્ર કરવાના મામલે 2 લોકો સામે ગુનો નોંધાયો, મફતમાં ગિફ્ટ ફેંકવી ભારે પડી ..!!

અરવલ્લીના મોડાસા શહેરમાં નવીન બસ સ્ટેન્ડ ખાતે આવેલી ઝમઝમ મોબાઇલ દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે જાહેરમાં ભીડ એકત્ર કરી અને ઉપરથી ગિફ્ટ ફેંકવાના મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન નવીન બસ સ્ટેન્ડ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થયેલું જોવા મળ્યું હતું. તપાસ કરતા ઝમઝમ મોબાઇલના ઉદ્ઘાટન પ્રસંગે દુકાનની ક્ષમતા કરતાં વધુ લોકો ભેગા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર, દુકાનની ઉપરથી લોકો વચ્ચે ગિફ્ટ ફેંકવામાં આવી રહી હતી, જેના કારણે જાહેર માર્ગ પર અવરોધ સર્જાયો હતો અને અકસ્માત થવાની તેમજ રાહદારીઓ અને ઉપસ્થિત લોકોના જીવને જોખમ ઊભું થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.પોલીસે સ્થળ પરથી બે વ્યક્તિઓને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં એક વ્યક્તિએ પોતાનું નામ ખલીકુરેહમાન અનસ ખલીલુરેહમાન (ઉ.વ. 28), રહે. ઘાંચીવાડા, જવાહર રોડ, લુણાવાડા, જિલ્લા મહીસાગર હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજાનું નામ શોહેબ સ. ઓ. રહેમતતુલ્લાહ રહીમભાઈ મુઠીયા રહે લુણાવાડા બંને નું પોલીસે પંચોની હાજરીમાં સ્થળનું પંચનામું તૈયાર કરી પૂછપરછ કરી હતી અને ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 85 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ ઘટનાએ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના પ્રશ્નો ઉભા કર્યા છે. જાહેર સ્થળે ગિફ્ટ ફેંકવાના કારણે સર્જાયેલી અફરાતફરી અને સંભવિત અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!