DEDIAPADAGUJARATNARMADA

સાપુતારા ને જોડતો ગ્રીન કોરિડોર હાઇવે તાલુકા મથક સાગબારા થઈને કાઢવા તાલુકવાસીઓની માંગ

સાપુતારા ને જોડતો ગ્રીન કોરિડોર હાઇવે તાલુકા મથક સાગબારા થઈને કાઢવા તાલુકવાસીઓની માંગ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 25/12/2023-નર્મદા જિલ્લાના ઝરવાણી ધોધ થી સાપુતારા સબરિધામ ને જોડતો ગ્રીન કોરિડોર હાઇવે નું હાલ કામ ચાલી રહ્યું છે ત્યારે આ હાઇવે તાપી જિલ્લાના બોરદા થી નર્મદા જિલ્લાના તાલુકા મથક સાગબારા ને જોડતા હાલના રસ્તાને જોડીને જો આ ગ્રીન કોરિડોર બનાવાય તો તાલુકા મથક સાગબારા નો પણ વિકાસ થાય તેમ હોય રસ્તો સાગબારા થઈને પસાર કરવા તાલુકવાસીઓની માંગ ઉઠી છે.

સાપુતારા સબરિધામ થી નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાણી ધોધ સહિત પવિત્ર યાત્રાધામ દેવમોગરા,માલ સામોટ,નિનાઇ ધોધ ને જોડતો ગ્રીન કોરીડોર હાઇવે નું લગભગ 500 કરોડથી વધુને ખર્ચે નવીનીકરણ કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે મળતી માહિતી મુજબ કેટલાક તાલુકા મથક નું અહિત ઇચ્છતા લોકો આ ગ્રીન કોરિડોર હાઇવે સાગબારા તાલુકાના પાટલમહુ ગામથી તાલુકા મથક સાગબારા થઈને પસાર ન થાય તેવા પ્રયાસો અદર્યા હોવાનું હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.તાલુકા મથકનો વિકાસ થાય તેમ કેટલાક લોકો ઇચ્છિ નથી રહ્યા ત્યારે પોતાનો લાભ જોતા કેટલાક સ્થાનિક નેતાઓ આ ગ્રીન કોરિડોર હાઇવેને તાલુકા મથક સાગબારા થઈને પસાર ન થાય તેવા પ્રયાસો આદર્યા હોવાની હાલ લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

જો આ ગ્રીન કોરિડોર હાઇવે તાલુકાના પાટલામહું ગામ થી નાની દેવરૂપન પાટ સાગબારા થઈને પસાર થાય તો તાલુકા મથક સાગબારા નો પણ હાઈવેની સાથે સાથે વિકાસ થાય તેમ છે ત્યારે કેટલાક બની બેઠેલા નેતાઓ પોતાના સ્વાર્થ ખાતર આ ગ્રીન કોરિડોર હાઇવેને પાટલામહુ થી દતવાડા થઈને પસાર થાય તેવા પ્રયત્નો કરી રહયા છે જેમાં સરકારને કરોડો રૂપિયાનું વધુ ભારણ થાય તેમ છે. આ જુના રસ્તે જ નવીનીકરણ કરવામાં આવે તો ઓછા ખર્ચે સરકારને ફાયદો થાય અને લોકોને હાઈવેનો લાભ મળે જ્યારે અન્યત્ર જગ્યાએથી જો આ ગ્રીન કોરોડોર બનાવાય તો કઈ કેટલાય ખેડૂતોની જમીનો ખરીદવી પડશે અને મોટા પુલો,નાળાઓ નદીઓ પર બનાવવા પડે.જેના માટે સરકારને મોટું ભારણ વધે તેમ છે.અને ખેડૂતોની જમીનો એકવાયર કરવામાં સમય પણ વધુ લાગે અને ખેડૂતો જમીન ન પણ આપે અને આંદોલનો થાય તેવા સંજોગોમાં ગ્રીન કોરિદોરનું કામ ટલ્લે ચઢે તેમ હોય આ હાઇવેને જુના રસ્તે તાલુકા મથક સાગબારા થઈને બનાવવા હાલ તાલુકવાસીઓ માંગ કરી રહ્યા છે. વર્ષોથી સાગબારા તાલુકો અનવિકસિત રહ્યો છે ત્યારે આ ગ્રીન કોરિડોર જો તાલુકા મથક સાગબારા થઈને પસાર થાય તો થોડો ઘણો વિકાસ થાય અને લોકોને રોજીરોટી મળે તેમ છે.અને સરકારને પણ ખેડૂતોની જમીનો લેવી પડે નહીં અને ગ્રીન કોરિડોર બને તેમ છે.જેથી તાલુકા મથક સાગબારા સહિત તાલુકવાસીઓની માંગ છે કે ઝરવાણી સાપુતારા ગ્રીન કોરિડોર ને તાલુકા મથક સાગબારા થઈને પસાર થાય તે રીતે બનાવાય.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!