ARAVALLIMEGHRAJMODASA

મેઘરજના ઘોરવાડા- ઓઢા નવીન માર્ગ પર પ્રથમ વરસાદમાં જ ડીપ સ્લેબમાં પાણી ભરાયા – ગ્રામજનોની માંગણી ને ધ્યાનેના લીધી હોવાના આક્ષેપો – હાલ કામ પ્રગતિ પર 

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

મેઘરજના ઘોરવાડા- ઓઢા નવીન માર્ગ પર પ્રથમ વરસાદમાં જ ડીપ સ્લેબમાં પાણી ભરાયા – ગ્રામજનોની માંગણી ને ધ્યાનેના લીધી હોવાના આક્ષેપો – હાલ કામ પ્રગતિ પર

મેઘરજના ઘોરવાડા- ઓઢા નવીન માર્ગ પર પ્રથમ વરસાદમાં જ ડીપ સ્લેબમાં પાણી ભરાતા હાલ ગ્રામજનોમાં રોશની લાગણી જોવા મળી રહી છે માંગ પ્રમાણે કામ ના થતા પાણી ભરાયા ના આક્ષેપો સાથે સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો


અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ઘોરવાડાથી ઓઢા સુધી રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 2 કરોડથી વધુના ખર્ચે નવા માર્ગનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. જોકે પ્રથમ જ વરસાદમાં માર્ગ પર બનાવવામાં આવેલા ડીપ સ્લેબ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક ગ્રામજનો તેમજ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યાં ગરનાળાની જરૂરિયાત હતી ત્યાં ડીપ સ્લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે કારણે કે જ્યાં સ્લેમ બનાવ્યો છે ત્યાં સામેની બાજુ પાણી નો નિકાલ ન થતા પરિસ્થિતિ નું નિમાર્ણ થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે

વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી પાણી સ્લેબ ઉપર જ ભરાઈ રહે છે, જેના કારણે વાહન વ્યવહાર માટે જોખમી સ્થિતિ સર્જાઈ રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે માર્ગનું કામ શરૂ થયું ત્યારે જ તેમણે જવાબદાર તંત્ર સમક્ષ આ સ્થળે ગરનાળા બનાવવાની રજૂઆત કરી હતી, પરંતુ તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી.પ્રથમ જ વરસાદમાં ઉભી થયેલી પરિસ્થિતિને કારણે માર્ગની ડિઝાઇન અને કામગીરીની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ગ્રામજનોનું કહેવું છે કે એન્જિનિયરો અને જવાબદાર અધિકારીઓએ સ્થાનિકોની રજૂઆતોને અવગણતા આજે આ સમસ્યા સર્જાઈ છે. વરસાદી પાણીના ભરાવાને કારણે આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા લોકોનેઆગામી સમયે વરસાદ વધુ પડશે તો મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવું જણાવી રહ્યા છે.હાલ તો ગ્રામજનો દ્વારા સ્થળ પર તાત્કાલિક નિરીક્ષણ કરી વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ જ્યાં જરૂરી હોય ત્યાં ગરનાળાનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પ્રથમ જ વરસાદમાં સામે આવેલી આ સમસ્યાએ કરોડો રૂપિયાના માર્ગના કામની ગુણવત્તા અંગે ચર્ચા જગાવી છે

Back to top button
error: Content is protected !!