GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

TRB : TRB જવાનો માટે મહત્વના સમાચાર

રાજ્યના DGP વિકાસ સહાયે મોટી કાર્યવાહી કરી છે. રાજ્યમાં હાલ 9000 TRB જવાનો કાર્યરત છે, તેમાંથી 6400 TRB જવાનો વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવી રહ્યા છે. આ તમામ 6400 તર્બ જવાનોને મુક્ત કરવાનો આદેશ DGP વિકાસ સહાયે કર્યો છે.

આ અંગેના આદેશપત્રમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજયમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસની મદદમાં આશરે 9000 ટ્રાફિક બ્રિગેડના સભ્યોની માનદસેવા લેવામાં આવી રહી છે. ટ્રાફિક બ્રિગ્રેડ માનદ સભ્યોની નિમણૂંક બાબતે અત્રેની કચેરી તરફથી માહિતી મંગાવતા ધ્યાને આવેલ છે કે, આશરે 900 ટ્રાફિક બિગ્રેડ સભ્યો પૈકી આશરે 1100 સભ્યો 10 વર્ષનો સમય પૂર્ણ કરેલ છે, આશરે 3000 સભ્યોએ ટ્રાફિક બ્રિગેડમાં ૫ વર્ષનો સમયગાળો પૂર્ણ કરેલ છે અને આશરે 2300 સભ્યો ૩ વર્ષથી વધારેનો સમય પૂર્ણ કરેલ છે.

ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિક પોલીસની મદદમાં રહીને કામગીરી કરવાની હોય છે. એક જ વ્યક્તિ ખુબ જ લાબા સમયથી ટ્રાફિક બ્રિગેડના સભ્ય તરીકે ફરજ બજાવે તે વહીવટી દ્રષ્ટીએ યોગ્ય અને ઈચ્છનીય નથી. લાંબા સમયથી ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડ સભ્યોને મુક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ અમદાવાદ, વડોદરા અને ડાંગ સિવાયના તમામ પોલીસ કમિશનર માટે અપાયા છે.

1. જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોને 10 વર્ષ પૂર્ણ થયેલ છે તેઓને તા.30/11/2023 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુક્ત કરવા.

2. જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોએ 5 વર્ષથી વધુ સમયગાળો થયેલ છે તેઓને તા.31/12/2023 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુક્ત કરવા.

3. જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોને 3 વર્ષથી વધુ સમયપૂર્ણ થયેલ હોય તેવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોને તા.31/03/2024 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુક્ત કરવા.

મુક્ત થયેલ ટ્રાફિક બ્રિગેડના સભ્યોની ફરીથી  નિમણૂંક ન કરવા મુક્ત થવાને કારણે ખાલી રહેલી જગ્યાને ભરવા માટેની નિમણૂંક અંગેનું નિયમ મુજબની કાર્યવાહી સમયમર્યાદામાં કરવાનું પણ આદેશમાં કહેવામાં આવ્યું છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!