ARAVALLIMODASA

મોડાસા નગરપાલિકામાં ભગવો લહેરાયો,ભવ્ય રેલી : મોડાસા ન.પા.માં AIMIMનો રકાસ,કોંગ્રેસ 6 બેઠક પર જીત 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા નગરપાલિકામાં ભગવો લહેરાયો,ભવ્ય રેલી : મોડાસા ન.પા.માં AIMIMનો રકાસ,કોંગ્રેસ 6 બેઠક પર જીત

*બાયડ નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત*

અરવલ્લી જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની જીલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયત અને મોડાસા તેમજ બાયડ નગરપાલિકાની ૨૬ એપ્રિલે યોજાયેલ ચૂંટણી બાદ મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી યોજાઈ હતી જેમાં મોડાસા અને બાયડ નગર પાલિકામાં પણ ભગવો લહેરાયો હતો મોડાસા નગરપાલિકામાં 36 બેઠકમાંથી 24,કોંગ્રેસને 6 અને AIMIM 3 બેઠક પર અને અપક્ષ 3 બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો ગત ચૂંટણીમાં

AIMIMને મળેલી 9 બેઠકમાંથી ફક્ત 3 બેઠક પર સમેટાઈ ગઈ હતી કોંગ્રેસે 6 બેઠકો મેળવી રહી સહી આબરૂ બચાવી લીધી હતી મોડાસા અને બાયડમાં ભાજપનો ભગવો લહેરાતા ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું મોડાસા ભાજપના વિજેતા ઉમેદવારો અને ટેકેદારો ગરબે ઘૂમી વિજયોત્સવ મનાવ્યો હતો

 

મોડાસા નગરપાલિકા પર ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે.નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે સત્તા જાળવી રાખી છે. પાલિકામાં ભાજપને કુલ 24 બેઠકો મળી છે, બહુમતી માટેનો જાદુઈ આંકડો ભાજપે હાંસલ કરી લીધો છે . ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી નગરપાલિકા પર સત્તા પર છે ત્યારે આ વર્ષે પણ ફરીથી સત્તામાં બેસશે. ભાજપને કુલ 24 બેઠકો મળતા પાર્ટીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.મોડાસા શહેરમાં ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો અને ભવ્ય રેલી યોજાઈ હતી બાયડમાં પણ ભાજપે મોટા ભાગની સીટ બિનહરીફ કરી કોંગ્રેસના સૂપડા સાફ કરી ભવ્ય વિજય મેળવ્યો હતો

Back to top button
error: Content is protected !!