LIMBADISURENDRANAGAR

લીમડી તાલુકાના સૌકા ગામની સીમ વિસ્તારમાંથી જુગાર ધામ ઉપર દરોડો પાડી 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.

તા.02/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રૂ.28,77,000 ના મુદ્દામાલ સાથે 38 ઈસમો ઝડપાયા.

સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી તે દરમિયાન એલસીબી ટીમ દ્વારા બાતમી આધારે તનવીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા રહે સૌકા લીમડી, નવદીપસિંહ ગિરિરાજસિંહ ઝાલા રહે સૌકા લીમડી, રવિરાજસિંહ ઉર્ફે નાનભા રણજીતસિંહ ઝાલા રહે સૌકા લીમડી વાળાઓ એમ ત્રણેય ભેગા મળી લીમડી તાલુકાના સૌકા ગામની સીમ લીયાદના કાચા માર્ગે રાજપાલસિંહ વિક્રમસિંહ ઝાલા સૌકા લીમડી વાળાના પડતર ખેતરમાં પ્લાસ્ટિકના મીણિયાથી છત તેમજ સાઈડમાં પતરાથી ઓરડી બનાવી બહારથી માણસો બોલાવી ગુડદી પાસા વતી પૈસાની હાર્દિકનો જુગાર રમાડી પોતાના આર્થિક લાભ માટે નાળ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે અને હાલે તે પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમી આધારે એલસીબી ટીમ દ્વારા એલસીબી પીઆઇ વી વી ત્રિવેદી, પીએસઆઇ વી આર જાડેજા, એસઓજી પીએસઆઇ, એમ બી પઢીયાર, એએસઆઈ નરેન્દ્રસિંહ દિલાવરસિંહ,નિકુલસિંહ ભુપેતસિંહ,જુવાનસિંહ મનુભા, સમગ્ર ટીમ દ્વારા પૂરતા પોલીસ સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ જઈ રેડ કરતા કુલ 38 આરોપીઓને રૂ.24,21,000 તથા મોબાઈલ નં. 8 કિ.રૂ.55,000 તથા tata જેનોન ગાડી નં.2 કિ.રૂ.4,00,000 એમ કુલ મળીને કિ.રૂ.28,77,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ તેમજ આરોપી તનવીરમસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા રહે સૌકા તથા રવિરાજસિંહ ઉર્ફે નાનભા રણજીતસિંહ ઝાલા રહે સૌકા લીમડી વાળાઓ હાજર મળે નહીં આવતા તમામ મુદ્દામાલ કબજે કરી 38 આરોપીઓ વિરુદ્ધ લીમડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!