
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી – યુવતીએ શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી લીધી આખરે મોત નીપજ્યું
અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ યુવતી પોતાના શરીર પર કોઈ અગમ્ય કારણોસર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી લેતા મોત નીપજ્યું હતું

અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના વાશેરા ગામની સીમમાં આવેલા નવસારી (ગૌચર) વિસ્તારમાં એક યુવતીનું સળગી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ મૂળ સુનોખ ગામ, તા. શામળાજી, જિ. અરવલ્લી અને હાલ રાજકોટના વૈશાલી નગર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પુનમબેન લક્ષ્મણભાઈ વેલજીભાઈ ડામોરે અગમ્ય કારણોસર પોતાના શરીર પર કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી લીધી હતી.આ ઘટના 11 જૂન 2026ના રોજ સવારે અંદાજે 9:30 થી 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન વાશેરા ગામની સીમમાં આવેલા નવસારી (ગૌચર) વિસ્તારમાં બની હોવાનું પોલીસ તપાસમાં નોંધાયું છે.ઘટનાની જાણ થતા શામળાજી પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત અંગે ગુન્હો નોંધાયો છે ફરિયાદી મૃતકની માતા સવિતાબેન લક્ષ્મણભાઈ ડામોરે ઘટનાની જાણ શામળાજી પોલીસ સ્ટેશન ખાતે કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીએ કોઈપણ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ ઘટના ને લઈ શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌધરી તેમજ પોલીસ એ વધુ તપાસ હાથ ધરી છે



