ARAVALLIMALPUR

માલપુરની વાત્રક નદીમાંથી મહિલા અને પુરુષની લાશ મળી, વિસ્તારમાં ચકચાર – મેઘરજના સારંગપુર ગામના હોવાની માહિતી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્દ પટેલ

માલપુરની વાત્રક નદીમાંથી મહિલા અને પુરુષની લાશ મળી, વિસ્તારમાં ચકચાર – મેઘરજના સારંગપુર ગામના હોવાની માહિતી

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલ વાત્રક નદીમાંથી એક મહિલા અને એક પુરુષની લાશ મળી આવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. બંને વ્યક્તિઓની લાશ એકસાથે મળી આવતાં ઘટનાને લઈને અનેક તર્કવિતર્ક અને ચર્ચાઓ શરૂ થઈ છે.લાશો દેખાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ માલપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળાં પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.પ્રાથમિક માહિતી અનુસાર મૃતક મહિલા અને પુરુષ મેઘરજ તાલુકાના સારંગપુર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે બંનેના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.માલપુર પોલીસ દ્વારા પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવશે.

Back to top button
error: Content is protected !!