ARAVALLIMODASA

મોડાસા- રાજેન્દ્રનગર હાઇવેના બિસ્માર માર્ગ મુદ્દે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન – રોડ ને લઇ વારંવાર રજૂઆતો છતાં મૂંગું રહ્યું જવાબદાર તંત્ર..!!! ધારાસભ્ય અને સાંસદ ધ્યાને નથી લેતા કે શું..?

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા- રાજેન્દ્રનગર હાઇવેના બિસ્માર માર્ગ મુદ્દે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન – રોડ ને લઇ વારંવાર રજૂઆતો છતાં મૂંગું રહ્યું જવાબદાર તંત્ર..!!! ધારાસભ્ય અને સાંસદ ધ્યાને નથી લેતા કે શું..?

અરવલ્લી, મોડાસા: મોડાસા-રાજેન્દ્રનગર હાઇવેની બિસ્માર હાલતને લઈને યુથ કોંગ્રેસ દ્વારા ભવાનપુર ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માર્ગ પર ઠેરઠેર પડેલા ખાડાઓ ને લઇ વાહનચાલકોને પડી રહેલી હાલાકીને લઈ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી માર્ગના તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી હતી. યુથ કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે લાંબા સમયથી માર્ગની સ્થિતિ ખરાબ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આગામી સમયમાં વરસાદી મોસમમાં રસ્તા પર પાણી ભરાઈ જતાં ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતની શક્યતા પણ વધી શકે તેમ છે તેવું કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું. તેમણે સરકાર અને સંબંધિત વિભાગને તાત્કાલિક સમારકામ હાથ ધરી વાહનચાલકોને રાહત આપવા માંગ કરી હતી.કોંગ્રેસે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો મોડાસા-રાજેન્દ્રનગર હાઇવેના સમારકામની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન અને જનઆંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.

Back to top button
error: Content is protected !!