ARAVALLIMODASA

મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ, કેદારનાથ,આરાધના સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ, કેદારનાથ,આરાધના સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.
મોડાસાની કેદારનાથ અને આરાધના સોસાયટીમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી, જ્યારે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.પ્રાથમિક માહિતી મુજબ મોડાસામાં અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ધનસુરા, મેઘરજ અને શામળાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

Back to top button
error: Content is protected !!