ARAVALLIBAYADMODASA

અરવલ્લી : બાયડ બસ સ્ટેન્ડ સામે જાહેર માર્ગ પર બબાલ, પોલીસ પર હુમલાનો પ્રયાસ કરનાર બે આરોપી ઝડપાયા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : બાયડ બસ સ્ટેન્ડ સામે જાહેર માર્ગ પર બબાલ, પોલીસ પર હુમલાનો પ્રયાસ કરનાર બે આરોપી ઝડપાયા

અરવલ્લી જિલ્લાના બાયડ નગરમાં બસ સ્ટેન્ડ સામે જાહેર માર્ગ પર અસામાજિક તત્વો દ્વારા બબાલ સર્જાતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. સમગ્ર મામલે બાયડ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેમની સામે પ્રોહિબિશન સહિત પોલીસની કામગીરીમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બાયડ બસ સ્ટેન્ડ સામે ટેમ્પો અને રિક્ષા વચ્ચે અથડામણ થતાં સામાન્ય બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. જોકે, મામલો ઉગ્ર બનતા બંને પક્ષ વચ્ચે હાથાપાઈ થઈ હતી અને જાહેર માર્ગ પર હોબાળો મચી જતા લોકોના ટોળા એકત્ર થયા હતા. જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક સર્જાયો હતો ઘટનાની જાણ થતાં બાયડ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે બબાલ કરી રહેલા આરોપીઓએ પોલીસ કર્મચારીને ધક્કો મારી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસની ફરજમાં અવરોધ ઉભો થતાં પોલીસ દ્વારા બંને આરોપીઓને કાબૂમાં લેવામાં આવ્યા હતા.બાયડ પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ તેમજ પોલીસની કામગીરીમાં રૂકાવટ કરવા સહિતના ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!