ARAVALLIBHILODAMODASA

ભિલોડા મણીબા પેટ્રોલ પંપ સામે હિટ એન્ડ રન અકસ્માતમાં બે યુવકોના મોત – ઘટના ના CCTV આવ્યા સામે 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા મણીબા પેટ્રોલ પંપ સામે હિટ એન્ડ રન અકસ્માતમાં બે યુવકોના મોત – ઘટના ના CCTV આવ્યા સામે

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં મણીબા પેટ્રોલ પંપ સામે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવકોના મોત નિપજતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા ફોરવ્હીલ વાહનચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી હરીશભાઈ મણીલાલ અસારી (રહે. ઓડ, તા. શામળાજી) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, તેમનો 18 વર્ષીય પુત્ર બાદલભાઈ હરીશભાઈ અસારી પોતાના મિત્ર રાજકુમાર ઝાકીભાઈ બાગા (ઉ.વ.20, રહે. નાના ડોડીસરા, તા. ભિલોડા) સાથે પલ્સર મોટરસાયકલ (નં. GJ-31-AA-6174) પર ભિલોડાથી ધોલવણી ત્રણ રસ્તા તરફ જઈ રહ્યો હતો.

આ દરમિયાન 20 જૂનના રોજ બપોરે આશરે 12:15 વાગ્યે મણીબા પેટ્રોલ પંપ તરફથી એક સફેદ રંગની ફોરવ્હીલ કારનો ચાલક બેદરકારી અને ગફલતભરી રીતે રોડ ક્રોસ કરતા પલ્સર મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે મોટરસાયકલ સામેથી આવી રહેલી CNG રિક્ષા (નં. GJ-09-AX-3794) સાથે અથડાઈ હતી.

અકસ્માતમાં બાદલભાઈ અસારીને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા તેમના મિત્ર રાજકુમાર બાગાને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું.ફરિયાદ મુજબ, બનાવ બાદ ફોરવ્હીલ વાહનનો ચાલક પોતાની કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળ નજીક આવેલા એક ફર્નિચર શોરૂમના CCTV ફૂટેજમાં અકસ્માતની ઘટના કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.ભિલોડા પોલીસે અજાણ્યા ફોરવ્હીલ વાહનચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી બે યુવકોના મોત નિપજાવવાના તેમજ અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થવાના ગુનામાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!