BANASKANTHAGUJARATKANKREJ

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં સેમ-૧ના વિદ્યાર્થીઓ નો પ્રવેશોત્સવ યોજાયો..

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમા પ્રિન્સિપાલ ડો.ડી. એસ.ચારણ ના માર્ગદર્શનમાં બી.એ /બી.કોમ તેમજ એમ. એ./એમ.કોમ સેમ.-૧ ના ૫૨૦ વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ૧૮ મી જુલાઈના

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં સેમ-૧ના વિદ્યાર્થીઓ નો પ્રવેશોત્સવ યોજાયો..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમા પ્રિન્સિપાલ ડો.ડી. એસ.ચારણ ના માર્ગદર્શનમાં બી.એ /બી.કોમ તેમજ એમ. એ./એમ.કોમ સેમ.-૧ ના ૫૨૦ વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ૧૮ મી જુલાઈના યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ ધીરજકુમાર શાહ,મંત્રી જીતુભાઈ શાહ, કોર્પોરેટર ગીરાબેન શાહ, સુરેન્દ્રનગર જિલ્લા નાયબ કલેક્ટર અને ડી.ડી.ઓ. સંદીપભાઈ વાલાણી,ટ્રસ્ટીઓ હસમુખભાઈ ઝવેરી,સૂર્યાબેન ઝવેરી,સમકિતભાઈ સુરાણી, કોલેજના ભુમિદાતા રાજુભાઈ સોની,પૂર્વઆચાર્ય ડો.હેમરાજ ભાઈ પટેલ,ડો. કુલદીપ ભાઈ ઠક્કર સહીત કોલેજના અધ્યાપકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ની શરૂઆતમાં અંજલિ વાઘેલા,પાયલ પરમારે સરસ્વતી વંદના કરી પ્રિન્સિપાલ ડો.ડી.એસ ચારણે ઉપસ્થિત મહેમાનનું શબ્દો દ્વારા સ્વગત કરી કાર્યક્રમ ની ભૂમિકા આપતાં કહ્યું હતું કે આજે આ પ્રાંગણમાં માત્ર નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ નથી થયો; પણ નવા સપનાઓએ આંગણામાં પગલાં માંડ્યાં છે,નવી આશાઓએ પાંખો ફેલાવી છે અને અનેક પરિવારોના વિશ્વાસે આપણી કોલેજ સાથે એક નવો સંબંધ સ્થાપિત કર્યો છે. આજે કદાચ તમારા મનમાં અનેક પ્રશ્નો હશે.કોલેજ કેવી હશે ? અહીંનું વાતાવરણ કેવું હશે ? પ્રાધ્યાપકો કેવી રીતે ભણાવશે ? નવા મિત્રો મળશે ? નવી જવાબદારીઓ કેવી હશે ? આ તમામ પ્રશ્નોના જવાબ આપવાનો અને તમારા મનમાં રહેલી અજાણ્યાની લાગણીને આત્મીયતામાં પરિવર્તિત કરવાનો જ આજના પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ છે.આ ઉપરાંત કોલેજની ઈતર પ્રવૃત્તિ પર પ્રકાશ પડતા તેમણે કહ્યું કે NCC તમને શિસ્ત,નેતૃત્વ,રાષ્ટ્રપ્રેમ અને જવાબદારીનો પાઠ ભણાવે છે.NSS સમાજ પ્રત્યેની સંવેદના,સેવાભાવ અને માનવતાના મૂલ્યોનું સિંચન કરે છે. રમતગમત તમને જીતનો આનંદ અને હારમાંથી શીખવા ની શક્તિ આપે છે,જ્યારે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તમારી અંદર છુપાયેલી સર્જનાત્મકતા ની અભિવ્યક્તિ કરે છે.નાયબ કલેક્ટર સંદીપભાઈ વાલાણી એ વિદ્યાર્થી પ્રેરણા આપતાં કહ્યું કે પ્રિન્સિપાલના માર્ગ દર્શનથી લઈને પ્રાધ્યાપકોના સ્નેહભર્યા સહકાર સુધી, કોલેજના વિવિધ વિભાગોથી લઈને સમગ્ર કેમ્પસ સુધી, અહીં ઉપલબ્ધ તમામ શૈક્ષણિક અને સહશૈક્ષણિક સુવિધાઓનો લાભ લઈ તમારા માં આત્મવિશ્વાસ નું નિર્માણ કરો કારણ કે જ્યાં આત્મવિશ્વાસ જન્મે છે ત્યાં સફળતાની શરૂઆત થાય છે. મિત્રો,કોલેજનું જીવન શાળા ના જીવન કરતાં અલગ હોય છે.અહીં માત્ર પાઠ્યપુસ્તકોનું જ્ઞાન જ મળતું નથી, પરંતુ જીવન જીવવાની કળા પણ શીખવવામાં આવે છે. અહીં પ્રશ્નો પૂછવાની સ્વતંત્રતા છે, વિચારવાની તક છે, વ્યક્તિત્વ ઘડવાની તક છે અને પોતાના સપનાઓને સાકાર કરવાની અનંત શક્યતાઓ છે.કોલેજ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી માત્ર સારો વિદ્યાર્થી ન બની રહેતા માનવીય સંવેદના થી યુક્ત દેશ નો જાગૃત નાગરિક બને તે મહત્વનું છે. સાથે સાથે ભારતીય સંસ્કૃતિ સંસ્કાર જાળવી પોતાનું જીવન દીપાવો તેવી શુભ કામના.પૂર્વ પ્રિન્સિપાલ ડો.હેમરાજભાઈ પટેલે પણ પ્રસંગ ને અનુરૂપ મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો.રામ સોલંકી આભાર વિધિ ડો. નિતેશ પટેલે કરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!