અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા પોલીસવડા શેફાલી બરવાલે મોડાસાના ખાતે વડવૃક્ષની મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી વડસાવિત્રી વ્રતની ઉજવણી કરી
હિન્દુ સંસ્કૃતિમાં વડસાવિત્રી વ્રત એ આધ્યાત્મિક શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે.ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત તાલુકાઓમાં મહિલાઓએ વડસાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરીત્યારે અરવલ્લી જિલ્લા પોલીસવડા શેફાલી બરવાલે મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલ મનોકામના સિધ્ધિ વિનાયક ગણેશ મંદિરે વડવૃક્ષની પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર સાથે સુતરના ધાગા વડે વડવૃક્ષની પ્રદક્ષિણા કરીને જીવનસાથીનુ નિરોગી અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરીને ધન્યતા અનુભવી હતી. વડ સાવિત્રી વ્રત વૈવાહિક જીવનમાં સ્થિરતા, સમૃદ્ધિ અને પતિના આરોગ્ય માટે સમર્પિત વિશેષ દિવસ તરીકે ઓળખાય છે.ત્યારે મનોકામના સિધ્ધિ વિનાયક ગણેશ મંદિરે શાસ્ત્રી સચિન ભટ્ટ અને તેમના મિત્ર મંડળ દ્વારા પૂજા કરાવીને ઉજવણી કરતા જિલ્લા પોલીસ વડા ધન્યતા અનુભવી રહ્યા હતા અને વડ સાવિત્રીનુ વ્રત રાખીને લગ્ન જીવન સુખમય બને અને અખંડ સૌભાગ્ય રહે તેવી પ્રાર્થના કરી હતી