GUJARATMEGHRAJ

અરવલ્લી : ગત રાત્રિએ વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકને નુકશાન, કેરીના પાકને ભારે નુકશાન,જુવારનો પાક થયો જમીનદસ્ત 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ગત રાત્રિએ વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકને નુકશાન, કેરીના પાકને ભારે નુકશાન,જુવારનો પાક થયો જમીનદસ્ત

અરવલ્લી જિલ્લાની અંતર્ગત રાત્રીમાં જ ખાવી સાથે વરસાદી માહોલ જામ્યું હતું અને કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે કેટલાક વિસ્તારમાં ખેતી પાકને નુકસાન થયેલું જોવા મળ્યું હતું મેઘરજ ,માલપુર, ભિલોડા , બાયડ સહિત અને વિસ્તારના ની અંદર ખેતીપાક ને નુકસાન થયું હતું. મોટાભાગે ખેડૂતે પોતાના ખેતરની અંદર ઉનાળુ પાક તરીકે જુવાર સહિત બાજરીનું વાવેતર કર્યું હતું જેમાં જુવારનો તૈયાર થયેલ પાક ભારે પવન ને કારણે જમીનદસ્ત થયો હતો સંપૂર્ણ પાક ખેતરમાં ભારે પવનને કારણે પડી ગયો હતો જેના કારણે ખેડૂતને ઊભા પાકને નુકશાન થયું હતું. ત્યારે તૈયાર થયેલા પાકને નુકશાન થતા ખેડૂત પર આફત આવી પડી હોય તેવી ભીતિ હાલ જોવા મળી છે

બીજી તરફ મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ થી કેરીનો પાક ધોવાયો હતો મોડીરાત્રે પડેલા વરસાદે ખેડુતે કરેલ મહેનત પર પાણી ફરી વળ્યુ હોય તેવો ઘાટ જોવા મળ્યો ભારે પવન ને કારણે કેરીનો પાક સંપૂર્ણ ધરાશય થયો હતો તાલુકા માં પવન ના કારણે તૈયાર થયેલ કેરી નીચે ખરી ગઈ હતી કેરીના પાકને નુકશાન થતા ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે સરકાર સર્વે કરી સહાયન આપે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે

 

 

 

Back to top button
error: Content is protected !!