આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે બોડેલીમાં વહીવટી તંત્ર દ્વારા દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સફાયર સ્કૂલથી પ્રારંભ થયેલી આ યાત્રામાં SDM ભૂમિકા રાઓલ, મામલતદાર એચ.એ. શેખ, ASP હર્ષ શર્મા, તાલુકા પંચાયત પ્રમુખ હેમલતાબેન કોલી અને નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, નગરપાલિકાના હોદ્દેદારો તેમજ વિવિધ શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના ગગનભેદી નારાઓ સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને નગરજનોમાં ભારે રાષ્ટ્રભાવના અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર બોડેલી નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને આ ભવ્ય યાત્રા અંતે બોડેલી સેવાસદન ખાતે પહોંચી સંપન્ન થઈ હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી
«
Prev
1
/
169
Next
»
મોરબી મચ્છુ-૩ ડેમના વઘુ ૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાશે
મોરબી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે અપીલ કરી
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય