GUJARATMAHISAGARSANTRAMPUR

વર્ષોથી સેવા આપતા સફાઈ કામદારોને સિનિયોરિટી મુજબ કાયમી કરવાની માંગ,

વર્ષોથી સેવા આપતા સફાઈ કામદારોને સિનિયોરિટી મુજબ કાયમી કરવાની માંગ,

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકામાં વર્ષોથી સફાઈની કામગીરી કરી રહેલા વર્ગ-૪ના રોજમદાર સફાઈ કામદારોને સિનિયોરિટીના ધોરણે કાયમી કરવાની માંગ સાથે આજરોજ લુણાવાડા નગરપાલિકા તંત્રને 15 દિવસનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
જેમાં સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા લુણાવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખને લેખિત રજૂઆત કરી જણાવાયું છે કે, વર્ષોથી શહેરની સફાઈ વ્યવસ્થા જાળવતા સફાઈ કામદારોને તેમનો ન્યાયિક હક મળવો જોઈએ.
આ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે નગરપાલિકામાં વર્ગ-૪ની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર વર્ષોથી સેવા આપતા સફાઈ કામદારોની સિનિયોરિટી અને સેવા સમયગાળાને પ્રાથમિકતા આપવામાં આવે. તેમજ તેમને કાયમી કરવા અંગેની સંપૂર્ણ સત્તાવાર દરખાસ્ત જરૂરી આધાર-પુરાવા સાથે પ્રાદેશિક કમિશનરનગરપાલીકાઓનીકચેરીવડોદરા તથા સંબંધિત વિભાગો ને તાત્કાલિક મોકલવામાં આવે.તેવી માગ કરી છે.
આ સંગઠનો દ્વારા લુણાવાડા નગરપાલિકા તંત્રને આજથી 15 દિવસનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ સમયગાળામાં સત્તાવાર દરખાસ્ત ઉચ્ચ કચેરીએ નહીં મોકલવામાં આવે તો તમામ પીડિત સફાઈ કામદારોને સાથે રાખીને લુણાવાડા નગરપાલિકા કચેરી સામે આવનાર ગણતરી ના દિવસોમાં અનિશ્ચિત મુદતના ધરણા-પ્રદર્શન અને આંદોલન શરૂ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના સફાઈ કામદારોના વર્ષો જૂના પ્રશ્નનો વહેલી તકે ન્યાયી ઉકેલ આવે અને સિનિયોરિટીના ધોરણે કાયમી કરવાની પ્રક્રિયા શરૂ થાય તેવી માંગ સાથે હવે સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ રજી. તેમજ લુણાવાડા શહેરના સફાઈ કામદારો ની તેમજ સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ રજી. ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિમલ સોલંકી નેજા હેઠળ લુણાવાડા નગરપાલિકા ના સફાઈ કમૅચારીઓ દવારા માગણી કરાયેલ છે.

Back to top button
error: Content is protected !!