આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગોધરા ખાતે “યોગ શિબિર” – કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત અભિયાન તેમજ આગામી તા.૨૧ મી જૂન,૨૦૨૫ ના રોજ ઉજવવામાં આવનાર ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન “યોગ શિબિર”- કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ ગોધરામાં સાયન્સ કોલેજની બાજુમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.
આ યોગ શિબિરમાં રાજ્યસભા સાંસદશ્રી જસવંતસિંહ પરમાર, મોરવા હડફના ધારાસભ્યશ્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, અગ્રણીશ્રી મયંકભાઇ દેસાઈ, ડૉ.શ્યામસુંદર, ડૉ.દશિયાની, કાશ્મીરાબેન પાઠક, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોઓર્ડીનેટર પિંકીબેન મેકવાન, સોશિયલ મિડીયા ઝોન કોઓર્ડીનેટર સોનલ દરજી, ડીસ્ટ્રિકટ કોઓર્ડીનેટર સોનલ પરીખ, સોશિયલ મિડીયા ડીસ્ટ્રિકટ કોઓર્ડીનેટર શ્યામલ પરીખ તેમજ જિલ્લાના તમામ યોગ કોચ, યોગ પ્રશિક્ષક, યોગસાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.