GUJARATIDARSABARKANTHA

નારી વંદન ઉત્સવ’ની ઉજવણીના ભાગરૂપે ખેડબ્રહ્મા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ*

નારી વંદન ઉત્સવ’ની ઉજવણીના ભાગરૂપે ખેડબ્રહ્મા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ*

*****

*નારી રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ*

*****

સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ પોલીસ વિભાગ સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે ‘મહિલા સુરક્ષા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેની ભાગરૂપે મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીને જિલ્લા પંચાયત સદસ્યશ્રી સોનલબેન તથા ડીવાયએસપીશ્રી પારૂલ સોમેશ્વરે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ રેલીમાં પ્લેકાર્ડ, બેનર્સ, સુત્રોચ્ચાર, નારા લગાવીને મહિલા જાગૃતિ સંદેશ પ્રસરાવ્યો હતો.

આ ઉપરાંત “નારી વંદન” નિમિત્તે ડી.ડી ઠાકર આર્ટ્સ & કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ડીવાયએસપીશ્રી પારૂલ સોમેશ્વરે જણાવ્યું હતુ કે દેશમાં નારીનું આગવુ મહત્વ છે. વર્તમાન સમયમાં નારી આત્મનિર્ભળ બની છે. નારીની સલામતી સચવાય તે આપણા સૌની સહિયારી જવાબદારી છે. મહિલા સલામત થઈ આત્મનિર્ભળ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે.આ ઉપરાંત મહિલાઓ માટે અમલી યોજનાઓની વિગતે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં કાયદાકીય જાગૃતિ, સાયબર ગુનો, શી ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લિકેશનનું ડેમો, માટે વિસ્તારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી,દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી, પી.એસ.આઈશ્રી ખેડબ્રહ્મા , પી.એસ.આઈશ્રી સાઈબર ક્રાઈમ,શી ટીમ તથા ૧૮૧ ટીમ સહિત વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!