વિજાપુર શહેર કોંગ્રેસ સમિત ની નગરપાલિકા ની ચુંટણી ની તૈયારીઓના ભાગ રૂપે શ્રી લિંબોચી માતા ના મંદિર હોલ ખાતે બેઠક યોજાઇ
નગરપાલિકા પ્રભારી ગીતાબેન પટેલ તેમજમહામંત્રી નિઝામ ચૌહાણ તલત મેહમુદ સૈયદ ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર કોંગ્રેસ સમિત ની નગરપ્લિકાઓ ની આગામી દિવસો મા આવી રહેલી ચૂંટણીઓની તૈયારીઓના ભાગ રૂપે શ્રી લીંબાચી માતાના મંદિર ના હોલમાં કાર્યકરોની બેઠક યોજાઇ હતી. જેમાં જીલ્લા નગરપાલિકા પ્રભારી ગીતાબેન પટેલ અને તેમજ પ્રદેશ મહામંત્રી નિઝામ ચૌહાણ અને તલત મહેમુદ સૈયદ તેમજ જીલ્લા પૂર્વ કારોબારી ચેરમેન અશોક સિંહ વિહોલ તેમજ તાલુકા કાર્યકરો પ્રમુખ એલ.એસ રાઠોડ તેમજ કૉંગ્રેસ કાર્યલય ઇન્ચાર્જ ડી ડી રાઠોડ શહેર પ્રમુખ પ્રતિક બારોટ તેમજ યુવા કોંગ્રેસ ના રાષ્ટ્રીય મહામંત્રી તબરેજ સૈયદ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે યુવા કૉંગ્રેસ ના રાષ્ટ્રીય મહામંત્રી તબરેજ સૈયદ અને શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતિક બારોટે જણાવ્યું હતુ કે આગામી દિવસો મા આવી રહેલી નગરપાલિકા ની ચુંટણી ના તૈયારીઓ ના ભાગ રૂપે કાર્યકરો ની બેઠક યોજાઇ છે. જેમાં કોંગ્રસ ને સારો પ્રતિસાદ મળ્યો છે. આ વખતે નગરપાલિકા ની ચુંટણી સ્થાનીક પ્રશ્નો ને લઇને લડવાની છે. અગાઉ ભાજપના શાસન થી સ્થાનીક રહીશો ત્રસ્ત બની ગયા છે. કોઈ ગટર ની વ્યવસ્થા નથી. મહોલ્લાહો મા ગટરો ઉભરાય છે. લોકો પરેશાની ભોગવી રહ્યા છે. રોડ રસ્તા ના કોઈ ઠેકાણા નથી ભાજપ ફકત ફોટા પડાવી સ્વચ્છતા અભિયાન કરી રહી છે. પરંતુ શહેરમાં કોઈ સ્વચ્છતા નથી. આવા તમામ પ્રશ્નો નિરાકરણ કોંગ્રેસ પાલીકા મા આવી ને કરશે. હાલ માં આવેલ કોંગ્રેસ મોવડી મંડળ ના સભ્યો એ સારુ માર્ગદર્શન આપ્યું છે. જેના અનુસંધાને પાલીકા યોગ્ય ઉમેદવાર નક્કી કરી આગામી નગર પાલિકા ની ચુંટણી લડશે અને વિજયી બનીને લોકોની વચ્ચે રહી ને લોક સેવા કરશે. સ્વયંભૂ લોકો આ કાર્યક્રમ મા જોડાઈ ને બેઠક ને સફળ બનાવી છે