GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:ઘોઘંબા તાલુકા ની જીવા દોરી સમાન એટલે જીએફએલ કંપની લોકોની રાખે છે સંભાળ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૧૧.૨૦૨૪

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપની આવેલી છે. છેલ્લા 35 વર્ષથી આ કંપની અહીંયા કાર્યરત છે.અને આ કંપની દ્વારા આજુબાજુના ગામના સેકડો યુવાનોને કંપનીમાં રોજગારી આપવામાં આવે છે. જેના કારણે તેમના જીવન નિર્વાહમાં કંપની ખૂબ જ મદદરૂપ થઈ રહી છે.જેથી કરીને આજુબાજુના ગામના લોકોનું જીવન સ્તર ઓછું આવેલું છે.આ ઉપરાંત કંપની દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય કાર્ય તેમના સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત થયેલા છે.જેમકે રણજીત નગર ગામમાં સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર ચલાવવામાં આવે છે.જેમાં 300 થી વધારે બહેનો એ સીવણ કામની તાલીમ મેળવી છે.અને આ કૌશલ્ય દ્વારા તેઓ ઘરે બેઠા કમાણી કરી શકે છે.અને તેમના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે.તેમજ રણજીત નગર ગામમાં રણજીત નગર હેન્ડીક્રાફ્ટ સેન્ટર સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત ચલાવવામાં આવે છે. તેમાં 90 જેટલી બહેનો હેન્ડીક્રાફ્ટ ના ઉત્પાદનો તૈયાર કરે છે.અને તેના દ્વારા તેઓ રોજગારી મેળવે છે. આવા ઉત્પાદનો જેમકે જૂઠ બેગ, મીણબત્તી, લીપણ આર્ટ, રેઝિન આર્ટ, રાખી, દીવા,તોરણ વગેરે વસ્તુઓ બનાવે છે.આ પ્રવૃત્તિ થકી રણજીત નગર અને તેની આજુબાજુના ગામની બહેનોને સારી આવક મળી રહે છે.જે તેમના કુટુંબના જીવનનિર્વાહ માટે બાળકોના શિક્ષણ માટે અને સામાજિક પ્રસંગોની ઉજવણી માટે ખૂબ જ મદદરૂપ થાય છે.સીએસઆર કાર્યો અંતર્ગત કંપની દ્વારા કૃષિ નિષ્ણાંતોને બોલાવી આજુબાજુના ગામોના ખેડૂતોને આદર્શ ખેતી માટે પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટે વર્મી કમ્પોસ્ટ, જીવામૃત ,પંચામૃત, અગ્નિહસ્ત્ર જેવા છાણ અને ગૌમૂત્ર દ્વારા બનતી પ્રાકૃતિક જંતુનાશક દવાઓ બનાવવા માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે.જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને જાતે પ્રાકૃતિક ખાતર તૈયાર કરી આ ખાતર પાકમાં છાંટી અને વધુ ઉપજ મેળવે છે.જેના કારણે અહીંયા ના ખેડૂતો વધારે પાક પકવી મતલખ નાણા કમાય છે. જીએફએલ કંપની દ્વારા પશુપાલન સંભાળ અને આરોગ્ય હેતુથી નિષ્ણાંત વેટેનરી ડોક્ટર દ્વારા નિયમિત મુલાકાત કરવામાં આવે છે.અને નિયમિત ઘરે-ઘરે વિઝીટ કરવામાં આવે છે.અને પશુઓને નિયમિત દવાઓ અને નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે.આનાથી પશુઓના આરોગ્યમાં સુધારો થયો છે અને પશુપાલકો ની આવકમાં વધારો થયો છે.આ ઉપરાંત કંપની દ્વારા આજુબાજુના ચાર ગામોમાં મેડિકલ હેલ્થ યુનિટની વાન ચલાવવામાં આવે છે જેમાં એક ડોક્ટર,એક ફાર્માસિસ્ટ અને એક સામાજિક કાર્યકર હોય છે. જે આજુબાજુ ના ગામોમાં જઈને તદ્દન નિઃસુલ્ક ભાવે લોકોને તપાસ,સારવાર અને દવાઓ પૂરી પાડે છે.જીએફલ દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આજ દિન સુધી કંપની દ્વારા 7500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.તેમજ નાથકુવા ગામમાં કંપની દ્વારા ચેકડેમનું બાંધકામ કરવામાં આવેલ છે. જેના લીધે આજુબાજુના ગામના કુવામાં પાણીનું સ્તર ઊંચા આવેલ છે.પરિણામે આજુબાજુના ગામના ખેડૂતો એક વર્ષમાં એક પાકને બદલે બે પાક લઈ શકે છે.અને તેમની આવકમાં વૃદ્ધિ થઈ છે.જીએફએલ દ્વારા શાળાના બાળકોને મફત પુસ્તકો, શાળામાં વિવિધ વિષયક શિક્ષકોની ઘટ માટે શાળામાં શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે છે અને શાળાના શિક્ષકોનેશાળાના વેતન આપવામાં આવે છે. તેમજ શાળામાં વિવિધ સ્પર્ધાઓ તેમજ વિવિધ દિવસોની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે,જેના પરિણામે શાળાના બાળકોનું શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. આજુબાજુના ગામો અને લોકો સાથે સુમેળ ભર્યા સંબંધો રહે અને બંને બાજુ પારદર્શિતા રહે તે માટે કંપની દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવે છે, જેમાં દર મહિને સ્ટેક હોલ્ડર મીટીંગ કરવામાં આવે છે.અને પર્યાવરણના સલામતી વિશે વિવિધ સંવાદોનું આયોજન કરવામાં આવે છે,જેના પરિણામ રૂપે આજુબાજુના ગામના લોકો કંપનીના ઓપરેશન અને કાર્ય પદ્ધતિથી હંમેશા વાકેફ રહે છે.

Back to top button
error: Content is protected !!