બૌદ્ધ ગયા મહાવિહાર મુદ્દે ભરૂચમાં મૌન રેલી: મહાબોધિ મહાવિહારનાસંચાલન મુદ્દે બૌદ્ધ સમુદાયનું કલેક્ટરને આવેદન,સમ્રાટ અશોકે બંધાવેલું 5મી સદીનું પવિત્ર સ્થળ
સમીર પટેલ, ભરૂચ
બિહાર રાજ્યમાં સ્થિત બૌદ્ધ ગયામાં મહાબોધિ મહાવિહાર ના સંચાલન માટે બનાવવામાં આવેલ અધિનિયમ (1949નો બોધ ગયા મંદિર અધિનિયમ) તાત્કાલિક અસરથી રદ કરવા અને તથાગત બુદ્ધની આ મહાન પવિત્ર ભૂમિ પર હિંદુવાદી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે ભરૂચ સ્ટેશનથી મૌન રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
ભરૂચમાં સોમવારના રોજ સ્વયંમ સૈનિક દળના ભાઇઓ બહેનોએ શહેરના સ્ટેશન સર્કલ નજીક આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખાતે એકત્ર થઇને એક મૌન
રેલી યોજી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામૂહિમ રાષ્ટ્રપતિને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતાં.એસએસડીના સભ્યોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, બિહાર રાજ્યમાં આવેલા બોધગયામાં બૌદ્ધ સમુદાય દ્વારા ‘મહાબોધી મહાવિહાર’ને વિધર્મીઓથી મુક્ત કરાવવાની માંગણી માટે ઘણા વર્ષોથી ભારત અને વિશ્વના વિવિધ બૌદ્ધ સંગઠનો અને બૌદ્ધો અલગ-અલગ સમયે આંદોલન ચલાવી રહ્યા છે; પરંતુ આજદિન સુધી સરકાર, કોર્ટ કે કોઈ રાજકીય સંગઠન દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.ભારત અને વિશ્વના બૌદ્ધ લોકો છેલ્લા ઘણા દિવસોથી બોધગયામાં અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠા છે કારણ કે તેમની માંગણીઓ અંગે સરકાર દ્વારા ઘણા આંદોલનો,અરજીઓ,અરજીઓ કરવામાં આવી રહી છે.તેમ છતાંય તેનું કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી.બૌદ્ધ વિચારધારામાં માનતા વિશ્વના લોકો માટે ‘મહાબોધિ મહાવિહાર’ ખૂબ જ પવિત્ર સ્થળ અને ધરોહર છે.આ ‘મહાબોધિ મહાવિહાર’ 5મી સદીમાં મહાન સમ્રાટ અશોક દ્વારા ઈંટોથી બાંધવામાં આવેલ મઠ છે.જે માત્ર ઈમારત નથી,માત્ર પૂજા સ્થળ નથી.તે બૌદ્ધો માટે એક વારસો છે.ન્યાયની આશા સાથે જો ઉપરોક્ત મુદ્દાઓ અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભારત અને વિશ્વભરના બૌદ્ધો દ્વારા વિશ્વવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.