GUJARATPRANTIJSABARKANTHATALOD

પ્રાંતિજ તાલુકાના આમોદરા ગામ ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું

પ્રાંતિજ તાલુકાના આમોદરા ગામ ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના આમોદરાગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી. જેમાં ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગામના સરપંચશ્રી, જન પ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!