GUJARATJUNAGADHKESHOD

કેશોદના ઈન્દિરા નગર પ્રાથમિક શાળા ખાતે પ્રફુલભાઈ પાનેસરીયાએ શાળાનો કલરવ એવા બાળકોને પુસ્તકો આપી શાળા પ્રવેશ કરાવ્યો

કેશોદના ઈન્દિરા નગર પ્રાથમિક શાળા ખાતે પ્રફુલભાઈ પાનેસરીયાએ શાળાનો કલરવ એવા બાળકોને પુસ્તકો આપી શાળા પ્રવેશ કરાવ્યો

જુનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે કેશોદની ઈન્દિરા નગર પ્રાથમિક શાળા, નાનાભાઈ ભટ્ટ પ્રાથમિક શાળા અને સિધ્ધાર્થ હાઇ સ્કૂલ, સરકારી એલ.કે. હાઇ સ્કૂલ, હઠીસિંહજી વિનય મંદિર, શારદા વિનય મંદિર, રાજ મહેલ પ્રાથમિક શાળા કેશોદના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાલ વાટિકામાં ૧૧૦ તેમજ ધોરણ ૧ અને ૯ માં ૨૨૬ એમ કુલ ૩૩૬ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, સરસ્વતી વંદના કરી શાળાના બાળકોએ પુસ્તકો ભેટ આપી ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ જીજ્ઞાશાબેન મકવાણાએ બેટી બચાવો, બેટી પઢાઓ વક્તવ્ય આપ્યું હતું. તેમજ શાળાની વિદ્યાર્થિની ડિમ્પલ ઉસદડીયાએ સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે વક્તવ્ય આપ્યું હતું. ત્યાર બાદ શિષ્યવૃત્તિ પરીક્ષા, જ્ઞાન સાધના પરીક્ષા, નૃત્ય કળા, આર.બી.આઈ. ક્વિઝ સ્પર્ધા, શાળાની વાર્ષિક પરીક્ષામા અવ્વલ આવેલ વિદ્યાર્થીઓ તેમજ શાળામાં ૧૦૦% હાજરી હોઈ તેવા વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. મંત્રી શ્રી એ ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે પાછળના વર્ષોમાં પ્રાઈવેટ શાળા માથી સરકારી શાળામાં ૨ લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, એ ખૂબ જ ગર્વની વાત છે. ગુજરાત સરકાર દ્વારા અંદાજિત ૫૦,૦૦૦ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ શાળાનું નવું બિલ્ડિંગ પણ બનાવવામાં આવશે. અત્યારે શાળામાં સ્માર્ટ ક્લાસ શરૂ થઈ ગયા છે અને હજુ વધારે સંખ્યામાં કાર્યરત થશે. શિક્ષા વગરનું જીવન એ પશુ સમાન જીવન છે, તેથી કોઇ પણ બાળક શિક્ષા વગરનું ન રહી જાય તે આપણા સૌની જવાબદારી છે, ઉચ્ચ નીચના ભેદ-ભાવથી દૂર રહી સર્વ શિક્ષા અભિયાનને સાર્થક કરવા તેમજ સમાજને-દેશને જાગૃત બનાવવા અનુરોધ કર્યો હતો. શાળાની મુલાકાત લીધા બાદ વૃક્ષારોપણ કરી કાર્યક્રમનું સમાપન થયું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહભાઇ વાઢેળ સહિતના અધિકારીઓ‌ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button