વાત્સવાત્સલ્યમ સમાચાર
ડાંગ
સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવારથી, એટલે કે તારીખ ૨૩ થી ૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમિયાન, ‘પોલિયો નાબુદી ઝુંબેશ’ના કાર્યક્રમો યોજાઈ રહ્યો છે.
ત્યારે પોલિયો રવિવારે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈનાં રાજેન્દ્રપૂર ખાતે, વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, નાનાં ભૂલકાઓને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયો રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રંસગે શ્રી વિજયભાઈ પટેલે પ્રત્યેક બાળકને પોલિયોના ટીપાં પીવડાવવાની અપીલ સાથે, બાળક સ્વસ્થ અને નિરોગીમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
ઉપરાંત આહવા તાલુકાના ગલકુંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમાવિષ્ટ પિપલપાડા ગામ ખાતે, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિનાં અધ્યક્ષા શ્રીમતી મયનાબેન બાગુલે પણ, લાભાર્થી બાળકોને પોલિયો ના બે બુંદ પીવડાવી, પોલિયો બુથની શરૂઆત કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની કુલ ૩૫૨ ટિમો દ્વારા, જિલ્લાના ૦ થી ૫ વર્ષના કુલ ૩૦ હજાર જેટલા બાળકોને પોલિયો પીવડાવવામાં આવી રહ્યો છે.
ભારત સરકાર દ્વારા પોલિયો નાબુદી માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. જેથી પોલિયોને નાબુદ કરી શકાય. પોલિયોને રોકવા માટે રસીકરણ એક માત્ર શ્રેષ્ઠ ઉપાય છે. કારણ કે પોલિયોનો કોઈ ઈલાજ નથી. સ્વચ્છતાનો અભાવ આ વાયરસને જન્મ આપે છે. જે સંક્રમિત પાણી, ખોરાક કે વ્યક્તિના ચેપ લાગવાથી ફેલાય છે. આ વાયરસ આપણાં મોંઢા કે નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. જે આપણા ગળા અને આંતરડામાં ફેલાય છે. કેટલાક કિસ્સાઓમાં, તે મગજ અને કરોડરજ્જુમાં પણ પ્રવેશ કરે છે, અને લકવાનું કારણ બને છે.