GUJARATMODASA

વાણીયાદ : સરપંચ ના ઉમેદવાર પર હુમલો, 12 જેટલા ઈસમો એ હુમલો કર્યા ના આક્ષેપો,ચૂંટણી ની વહેલી સવારે બની ઘટના ટીંટોઈ પોલિસ ને ઘટના અંગે જાણ કરાઈ

અરવલ્લી

 

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

વાણીયાદ : સરપંચ ના ઉમેદવાર પર હુમલો, 12 જેટલા ઈસમો એ હુમલો કર્યા ના આક્ષેપો,ચૂંટણી ની વહેલી સવારે બની ઘટના ટીંટોઈ પોલિસ ને ઘટના અંગે જાણ કરાઈ

અરવલ્લી માં સરપંચ ઉમેદવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ મોડાસાના વણીયાદ ગ્રામપંચાયતના ઉમેદવાર સૌરભ ત્રિવેદી પર હુમલો કર્યા ની ઘટના સામે આવી છે .સવારે મતદાન શરૂ થતા પહેલા આ ઘટના બની છે સરપંચ ઉમેદવાર જયારે વણીયાદ ગામ મુકામે પોતાના મત વિસ્તારમાં સવારે વહેલા જતા હતા તે દરમિયાન વહેલી સવારે 12 જેટલા લોકોના ટોળાએ ગાડી ઉભી રાખી હુમલો કર્યો હોવાના આક્ષેપો થયા છે અને ઉમેદવારની કાર પર પથ્થરમારો કરી નુકશાન પહોંચાડ્યું vહોવાની માહિતી સામે આવી છે બીજી તરફ ભોગ બનનારા સરપંચ ઉમેદવાર ના જણાવ્યા અનુસાર કારને આંતરીને કારના કાચ તોડી નાખ્યા હોવાના આક્ષેપો સાથે ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ પણ પોહચી હતી પોતાને સલામત રાખવા તેવો ઘટનાની જગ્યાએ થી થોડે દૂર જતા રહ્યા હતા જ્યાં અચાનક છાતીમાં દુખાવો થતા 108 મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાયો હતો ઘટના અંગે ટીંટોઇ પોલીસને મૌખિક જાણ કરાઇ છે હાલ વણીયાદ ગ્રામ પંચાયતમાં ત્રણ સરપંચ ઉમેદવારો હરીફ માં છે ત્યારે સરપંચ ના ઉમેદવાર પર થયેલ હુમલા ને લઇ હવે ચૂંટણીની પણ રસપ્રદ બની છે. હાલ હુમલો કયા કારણે કરવામાં આવ્યો અને હુમલો કરનાર કોણ તેના પર અનેક સવાલો ઊભા થયા છે. આ સાથે સમગ્ર ઘટના ને લઈ ઉમેદવારે આગામી સમયમાં હુમલો કરનાર સામે ફરિયાદ નોંધવાની પણ તૈયારી દાખવી છે

Back to top button
error: Content is protected !!