વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
બાળકો અને માતાના પોષણ માટે સરગવો, લીલા શાકભાજી, કઠોળ અને ફળોનું મહત્વ સમજાવાયું
વલસાડ:તા.૧૬ એપ્રિલ–ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત અને નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદિક અધિકારી વૈદ્ય ઉર્વીબેન સી. પટેલ તથા વૈદ્ય પંચકર્મ અધિકારી વલસાડના માર્ગદર્શન હેઠળ તા.૮ એપ્રિલથી શરૂ થયેલા પોષણ પખવાડિયા અંતર્ગત ધરમપુર તાલુકાના ખાંડા ગામમાં સ્થિત સરકારી આયુર્વેદ દવાખાનાના આયુષ મેડિકલ ઓફિસર વૈદ્ય ભાવિનકુમાર આર ચૌધરી દ્વારા ખાંડા ગામના નિશાળ ફળીયા તથા ખોરી ફળીયા તેમજ હથનબારી ગામની આંગણવાડીઓમાં બાળકોના પોષણની વિવિધ કામગીરી તથા માતાઓને પોષણ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં બાળકો તેમજ ધાત્રીમાતા તથા સગર્ભા માતાઓને વિવિધ લીલા શાકભાજી, કઠોળ અનાજ તેમજ ફળોનું પ્રદર્શન કરી તેમને બધામાંથી મળતા પોષણની માહિતી આપવામાં આવી હતી. સરગવા પર વધારે ભાર આપી તેનાથી થતા લાભોની સમજણ આપવામાં આવી હતી. સરગવાની સીંગ, ભાજી તેમજ તેના ફુલનો ઉપયોગ ઓમેગા-૩ થી માંડી બધા જ વિટામિનો તેમાંથી મળી રહે છે તેવી સમજણ આપી પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે સુવર્ણપ્રાશન તેમજ ચ્યવનપ્રાશ બાળકો માટે કેટલું લાભદાયી છે તે અંગે ફણ વૈદ્ય ભાવિનકુમાર ચૌધરી દ્વારા સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૫૦ થી વધુ બાળકો તેમજ માતા ઓએ લાભ લીધો હતો.