અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે મોડાસા જિલ્લા પંચાયત ખાતે યોજાયો આયુર્વેદ અને હોમિયોપેથીક વિનામૂલ્યે નિદાન કેમ્પ
આજ રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર પ્રેરિત નિયામક આયુષની કચેરી, ગાંધીનગર નિદેર્શિત અને આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત અરવલ્લી તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોડાસા દ્વારા આયોજિત 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે આયુર્વેદ અને હોમિયોપેથિક વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજવામાં આવ્યો.
આ નિદાન કેમ્પમાં સર્વે રોગોનું નિદાન અને સારવાર માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. પાચનતંત્રના રોગો, શ્વસનતંત્રતાના રોગો, ચામડીના રોગો, સ્ત્રી રોગો, સાંધા ના રોગો અને જીવન શૈલી જન્ય રોગો વિષે નું પૂર્ણ નિષ્ણાત તજજ્ઞો દ્વારા સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું.આ નિદાન સારવાર કેમ્પ માં જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ તથા તેમના પરિવાર અને આજુબાજુના વિસ્તારના ૨૨૬ લોકોએ લાભ લીધો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા સાહેબ, તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. જગદીશભાઈ ખરાડી સાહેબ, તથા જિલ્લા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોડાસા ના વૈદ્ય પંચકર્મ અશ્વિનભાઈ પટેલ તથા અરવલ્લી જિલ્લાના તમામ આર્યુવેદિક દવાખાનાના મેડિકલ ઓફિસરો, તથા જિલ્લા પંચાયત નો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.