વિજાપુર જાયન્ટ્સ સહિયર ગૃપ દ્વારા આયુષ મંત્રાલય અને આયુર્વેદ શાખા ના સહકાર થી આયુર્વેદિક અને હોમિયોપેથીક મફત નિદાન સારવાર કેમ્પનો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર જાયન્ટ્સ સહિયર ગૃપ દ્વારા આયુષ મંત્રાલય અને આયુર્વેદ શાખા ના સહકાર થી આયુર્વેદિક અને હોમિયોપેથીક મફત નિદાન સારવાર કેમ્પનો કાર્યક્રમ માઢી આશ્રમ પાસે આવેલ સોસાયટી વિસ્તાર માં યોજાયો હતો.જેમાં આર્યુવેદ શાખાના અધિકારી તેમજ યોગાગુરુ દીપિકા બેન તેમજ જાયન્ટ સહિયર ગૃપ ના પ્રમુખ કૃણાલ બેન ઠાકર તેમજ ડોકટર કરુણા બેન તેમજ ડોકટર કૌશિક ભાઈ રાવલ તેમજ ડોકટર ભરતજી ઠાકોર દ્વારા આવેલ દર્દીઓનુ મફત નિદાન કરી જરૂરી સારવાર સાથે મેડિકલ ચેક અપ કરવા મા આવ્યું હતું. જેમાં 100 થી વધુ દર્દીઓ ફ્રી મા મેડિકલ કેમ્પ નો લાભ લીધો હતો. કેમ્પની સાથે સાથે મેડિકલ સારવારની સાથે યોગા ગુરુ દીપિકાબેન દ્વારા યોગ સાથે શરીરને કેવી રીતે સ્વસ્થ રાખવું તેની યોગ દ્વારા ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આસપાસ ના સોસાયટી વિસ્તાર માંથી મોટી સંખ્યા મા મહિલાઓ ઉમટી હતી.