GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા સૈયદ અહમદ કબીર રિફાઇ અને સૈયદ અબ્દુલ રહીમ રિફાઈ ના ઉર્ષ નિમિત્તે જૂલુસ નું આયોજન

 

તારીખ ૨૬/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નુરાની ચોક જુમ્મા મસ્જીદ પાસે ઇરાકમાં સ્થિતિ ઉમે અબીદા શહેરની દરગાહમાં આરામ ફરમાવતા હજરત સૈયદ અહમદ કબીર રિફાઇના ૮૬૮મો અને ખાનકાહ સ્થિત દરગાહમાં આરામ ફરમાવતા હજરત સૈયદ અબ્દુલ રહીમ રિફાઈના ૭૯૬મો વાર્ષિક આ ઉર્સ ની અંતર્ગત સોમવારની રાત્રે એ કાલોલ નગર ખાતેથી મોટી સંખ્યામાં મોટરસાયકલો સાથે જૂલુસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન મુજબ અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા સેંકડો અનુયાયીઓ સંખ્યામાં જુમ્મા મસ્જિદ પાસેથી મોટરસાયકલ સાથે જુલુસ રાત્રીના ૯:૩૦ કલાકે પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઈ પરંત નૂરાની ચોક ખાતે પરત આવી હજરત સૈયદ અહમદ કબીર રિફાઇ અને હજરત સૈયદ અબ્દુલ રહીમ રિફાઈ સાહેબ નો જીકર સાથે સલાતો સલામ પછી દુઆ માંગી જુલુસ સભા ના રૂપમાં ફેરવાયું હતું ત્યારબાદ એકબીજાને ઇદે રીફાઇની મુબારકબાદી પાઠવી અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા સુંદર નીયાઝનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અકીદોમંદ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં નીયાઝની વહેંચણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!