કિરીટ પટેલ બાયડ
બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો અનોખો પ્રયાસ – ઉત્તરાયણ પર્વ પછી પતંગ દોરી એકઠી કરીને નાશ કરાયો
બાયડ: ઉત્તરાયણ પર્વ પછી રસ્તાઓ, થાંભલાઓ અને જુદી જુદી જગ્યાઓમાં લટકતી અને પડી રહેલી પતંગ દોરીઓના કારણે પશુઓ અને પક્ષીઓના જીવનને ગંભીર જોખમ ઉભું થાય છે. આ સંજોગોમાં બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ એક અનોખી પહેલ કરી છે.
ધારાસભ્યશ્રીએ બાયડ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્વયં જઈને પતંગની દોરી એકઠી કરી અને તેને નાશ કર્યો. બાયડમાં મણીનગર વિસ્તાર માં આ કાર્ય કરાયું, જેમાં રાહદારી રસ્તાઓ, થાંભલાઓ અને અન્ય સ્થાનો પર પડેલી લટકતી દોરીઓને સાફ કરાઈ હતી.
ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલાનો સંદેશ:
“ઉતરાયણના પર્વે આપણે મજા માણીએ છીએ, પરંતુ તેનાથી પેદા થતા કચરાનું નિયંત્રણ કરવું પણ આપણે સૌનું દાયિત્વ છે. દોરીના કારણે પક્ષીઓ અને પશુઓને નુકસાન ન થાય તે માટે દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવું જોઈએ.”
આ સેવાકીય કાર્યને વધુ વિસ્તૃત કરવા, ધારાસભ્યશ્રીએ યુવાઓને જોડવા અને આ અભિયાનને વિસ્તૃત બનાવવા માટે વિશેષ પ્રયાસ કરવાની જાહેરાત કરી :
શ્રી ધવલસિંહ ઝાલાના આ કાર્યને બાયડના લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ અને સમર્થન મળ્યું છે. આ પ્રકારના કાર્ય પરિવર્તન માટે એક નવી દિશા પ્રસ્થાપિત કરશે.
આ કામ પર્યાવરણ અને જીવસૃષ્ટિ પ્રત્યેની પ્રામાણિક પ્રતિબદ્ધતાનું પ્રતીક છે અને દરેક નાગરિકને પ્રેરણા પૂરી પાડે છે.