કાંકરેજ તાલુકાના થરા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ નું સ્વાગત કરવામાં આવ્યું…
કાંકરેજ તાલુકાના થરા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ નું સ્વાગત કરવામાં આવ્યું...
કાંકરેજ તાલુકાના થરા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ નું સ્વાગત કરવામાં આવ્યું…
ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ બ.કાં.જિલ્લા ભાજપામાં મહત્વપૂર્ણ નિમણૂંક કરવામાં આવી છે.ત્યારે કાંકરેજ તાલુકા અને ખારિયાના રહીશ તથા પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને બ.કાં. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરી ફરી વખત જવાબદારી સોંપવામાં આવી છે.પાલનપુરના ચડોતર શ્રીકમલમ કાર્યાલય ખાતે યોજાયેલ સમારોહમાં ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, ક્લસ્ટર ઈન્ચાર્જ જયસિંહ ચૌહાણ,ચૂંટણીઅધિકારી જગદીશભાઈ પટેલ,ચૂંટણી સહ ઈન્ચાર્જ વિશાલભાઈ પટેલ, વિજયસિંહ ઝાલાની ઉપસ્થિતિ માં કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા ની વરણી કરવામાં આવેલ. રેખાબેન ચૌધરીએ કંકુ તિલક કર્યા બાદ જિલ્લા અધ્યક્ષે ચાર્જ સંભાળ્યો હતો.શ્રી કમલમ કાર્યાલય ખાતેથી વિદાય પરત ફરી રહ્યા હતા ત્યારે ઠેરઠેર ઉત્સાહભેર સ્વાગત થઈ રહ્યું ત્યારે થરા ખાતે હાઈવે સ્થિત શ્રી બહુચર માતાજીના મંદિરે પૂજારી મુકેશભારથી ગૌસ્વામીએ કંકુ તિલક કરી બનાસબેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર,થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,પ્રમુખ અનિલભાઈ સોની,વહેપારી અગ્રણી કિરીટભાઈ અખાણી,કનુભાઈ ઠક્કર,વિક્રમસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, પ્રવીણભાઈ પરમાર સહીત ભાજપાના કાર્યકરોએ ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું.ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ,ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી,પ્રદેશ જોન પ્રદેશમહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને બ.કાં. ભાજપ પ્રભારી જયંતિભાઈ કવાડિયા,બ.કાં.અને કાંકરેજ તાલુકા થરા નગરજનો સૌ સન્માનિય આગેવાનો,સ્નેહી સૌ કાર્યકર્તા ભાઈઓ-બહેનો હ્રદયપુર્વક અધ્યક્ષ કીર્તિસિંહે આભાર માન્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530