BANASKANTHAPALANPUR

વડગામ ના લિંબોઈ કોલેજ ખાતે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો

 

23 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ તથા સરસ્વતી કૉલેજ ઑફ નર્સિંગ, લિંબોઈ (મેમદપુર) ખાતે જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને ખોડીયાર ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બસપાના સંયુક્ત સૌજન્યથી માર્ગ સલામતી કાર્યક્ર્મ યોજયો હતો. જેમાં લક્ષ્મણભાઈ દ્વારા ટ્રાફિક અવરનેસ, નિયમોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્ર્મમાં કેળવણી મંડળના પ્રમુખ એમ.સી. હડિયોલ પ્રિન્સિપાલ દિપક શર્મા ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું આયોજન કેમ્પસ ડાયરેક્ટર ડૉ. એલ.એસ.મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!