BANASKANTHALAKHANI

લાખણી ની શાળા નં ૨ ખાતે ૧૨ આંતરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાઈ

નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકા શાળા પેટા કેન્દ્ર નંબર-૨ માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવા મા આવી યોગ એ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને જોડતું વિજ્ઞાન છે આજે ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લાખણી તાલુકા ના શાળા પેટા કેન્દ્ર નંબર-૨ ખાતે યોગ દિવસની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્ર અંતર્ગત આવતી શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાઈને યોગાસનો કર્યા હતા આધુનિક જીવનશૈલી મા સંતુલન લાવવા અને સમગ્ર પ્રુથ્વી તથા માનવજાતીના કલ્યાણ માટે એક અનોખો સંદેશો એટલે યોગ દિવસ

 

 

વિવિધ આસનો અને પ્રાણાયામ: વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કાર, તાળાસન, વજ્રાસન, પદ્માસન તેમજ કપાલભાતિ અને અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવ્યો.

યોગનું મહત્વ શિક્ષકો દ્વારા બાળકોને રોજિંદા જીવનમાં યોગના ફાયદા અને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

સામૂહિક ભાગીદારી તમામ બાળકો અને સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમ મા ઉપસ્થિત લાખણી મામલતદાર એમ ડી ભાવસાર અને તાલુકા વિકાસ અધિકારી પ્રહલાદજી એન ઠાકોર સહિત લાખણી વહીવટી તંત્ર અને લાખણી વિસ્તાર ના રાજકીય આગેવાનો સહિત બાળકો અને શિક્ષકો એ ભાગ લીધો હતો

Back to top button
error: Content is protected !!