શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણા દ્વારા ૨૨ મો ઈનામ વિતરણ-સ્નેહ મિલન સમારોહ યોજાયો..
મહેસાણાના લાખવડી ભાગોળ ના નાકે આવેલ વીરચંદ કરમચંદ ની વાડી ખાતે તા.૧૭/૧૧/૨૦૨૪ ને રવિવારના રોજ પ.પૂ.સ્વામીશ્રી અખંડાનંદ સંન્યાસી માતાજી ઈશ્વર કુટિર (ભૂતનાથ) ની પાવન નિશ્રામાં
- શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણા દ્વારા ૨૨ મો ઈનામ વિતરણ-સ્નેહ મિલન સમારોહ યોજાયો..
મહેસાણાના લાખવડી ભાગોળ ના નાકે આવેલ વીરચંદ કરમચંદ ની વાડી ખાતે તા.૧૭/૧૧/૨૦૨૪ ને રવિવારના રોજ પ.પૂ.સ્વામીશ્રી અખંડાનંદ સંન્યાસી માતાજી ઈશ્વર કુટિર (ભૂતનાથ) ની પાવન નિશ્રામાં ઉદ્ઘાટક મહેસાણા સાંસદ હરીભાઈ પટેલ,કચેરી અધિક્ષક નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી મહેસાણા મહેશકુમર રવજીભાઈ પ્રજાપતિ (થરાવાળા) તથા મુખ્ય મહેમાન મનહરભાઈ પ્રજાપતિ, ગં. સ્વ. ગોદાવરીબેન દલુભાઈ પ્રજાપતિ તેમજ દાતાઓ,વિવિધ પરગણા અને મંડળોના આગેવાનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ મા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બાલિકાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું જ્યારે પ્રમુખ બચુભાઈ એચ. પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી શ્રી વઢીયારી પ્રજાપતિ સમાજ દ્વારા ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર ગોળ સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ સહીત પધારેલ મહેમાનો તથા દાતાઓને પુષ્પગુંચ્છ આપી શાલ ઓઠાડી સન્માન કર્યું હતું.સાથે સાથે બ્લડ ડોનેશનમાં ૭૦ રક્ત દાતાઓએ બ્લડ ડોનટ કરેલ.૩૭૫ થી વધુ વિધાર્થીઓને ઈનામો આપવામાં આવેલા. વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર ૭ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવેલ.૨૦ થી વધુ બાળકોએ સાસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કરેલ જયારે નાની ઉંમરે કાંકરેજ તાલુકાના થરાના અને મહેસાણા ખાતે કચેરી અધિક્ષક નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાં ફરજ બજાવતા મહેશકુમાર પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચન કરેલ ત્યારે સભા મંડપ તાળીઓના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો હતો.સાયબર ક્રાઈમ જાગૃતતા વિશે પી.આઈ., કે.બી. પટેલ મહેસાણા શહેર ”એ” ડીવીઝન પો.સ્ટે. નાઓએ પ્રજાપતિ સમજને વિસ્તૃત માહિતી આપી હતી.આ પ્રસંગે જયાબેન પ્રજાપતિ રોડા, નરેન્દ્રકુમાર એ.પ્રજાપતિ ખેંગારપુરા,બચુભાઈ બી. પ્રજાપતિ ભલાણા,કિશોરભાઈ બી.પ્રજાપતિ નજુપુરા, કિશોરભાઈ એસ પ્રજાપતિ ટોટાણા,જયંતીભાઈ જી. પ્રજાપતિ સાંકરા (તમામ રહે મહેસાણા) તરફ થી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો ત્યારે આશરે ૨૫૦૦ થી વધુની સંખ્યામાં પ્રજાપતિ સમાજ હાજર રહ્યો હતો એમ પરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ બચુભાઈ એચ. પ્રજાપતિ (સરકારી વકીલ),મંત્રી પરેશભાઈ એલ. પ્રજાપતિ (એડવોકેટ, ડીસ્ટ્રીક્ટ કોર્ટ-મહેસાણા), ઉપ પ્રમુખ કિરીટકુમાર ઓઝા સહીત મંડળના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો શ્રી વઢિયારી પ્રજાપતિ મહિલા વિકાસ મંડળ ની બહેનોએ સખત મહેન કરી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વક્તા કૌશિકભાઈ પ્રજાપતિ, રમીલાબેન પ્રજાપતિએ કરેલ હતુ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦