BANASKANTHADEODAR

દિયોદરના રવેલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો; યુવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક કર્યું રક્તદાન

દિયોદરના રવેલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો; યુવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક કર્યું રક્તદાન

પ્રતિનિધિ દિયોદર ફોટા
અહેવાલ કલ્પેશ બારોટ

માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવા માટે દિયોદર તાલુકાના રવેલ ગામ ખાતે એક પ્રશંસનીય લોકઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવેલ ગામના ગ્રામજનો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) રવેલના સંયુક્ત સહયોગથી ગુરુવારના રોજ એક ભવ્ય અને સફળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પ જિલ્લા પંચાયત થરાદ, તાલુકા આરોગ્ય કચેરી દિયોદર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ વાવ-થરાદના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

યુવાનો અને ગ્રામજનોનો અભૂતપૂર્વ ઉત્સાહ
કેમ્પ દરમિયાન રવેલ ગામ સહિત આજુબાજુના વિસ્તારના યુવાનો અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે આગળ આવીને રક્તદાન કર્યું હતું. કેમ્પમાં આવેલા તમામ રક્તદાતાઓનું આરોગ્ય વિભાગના તબીબો દ્વારા જરૂરી માર્ગદર્શન અને યોગ્ય આરોગ્ય ચકાસણી (મેડિકલ ચેકઅપ) કર્યા બાદ જ રક્ત સ્વીકારવામાં આવ્યું હતું.

ડૉ. રાજેન્દ્ર પુરી સ્વામી સાહેબ (તાલુકા હેલ્થ ઓફિસર – THO)

ડૉ. પ્રભુભાઈ ચૌધરી (મેડિકલ ઓફિસર – MO)

મનુજી ઠાકોર (MPHS)

આ ઉપરાંત રવેલ PHCના તમામ આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક તબીબી સ્ટાફ હાજર રહીને સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી.

“આપણું એક ટીપું લોહી કોઈને નવું જીવન આપી શકે છે”
કેમ્પ દરમિયાન આ પ્રેરણાદાયી સંદેશ સાથે લોકોને રક્તદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. આયોજકો અને તબીબો દ્વારા અપીલ કરવામાં આવી હતી કે રક્તનું કોઈ કારખાનું હોતું નથી, તે માત્ર માનવ શરીર દ્વારા જ મળી શકે છે. તેથી નિયમિત રીતે આવા સેવાકીય કાર્યક્રમોમાં જોડાઈને માનવ સેવા માટે આગળ આવવું જોઈએ.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં રવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને રવેલ ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી વિશેષ સહકાર આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!