શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં N.S.S. ના ઊપક્રમે NDRF ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

18 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ,માલણમાં એન.એસ.એસ. (NSS) એકમના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી NDRF (National Disaster Response Force) ની ટીમ સાથે એક ખાસ પરિસંવાદ અને નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં શાળાના તમામ એન.એસ.એસ. સ્વયંસેવકો, અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિ અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી એચ.એમ.પંચાલે NDRF ની ટીમના કમાન્ડર અને અન્ય જવાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને ભાવભર્યું સ્વાગત કર્યુ હતું.
NDRF ના મુખ્ય અધિકારી કૃષ્ણકુમાર (ઇન્સપેક્ટર NDRF વડોદરા) વિવિધ સાધનો અને ટીમની કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી. NDRF એ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સમયે દેશમાં સૌથી મોખરે રહીને બચાવ કાર્ય કરતી એક વિશિષ્ટ ફોર્સ છે. * જીવન રક્ષા એ જ મંત્ર:” સાથે કામ કરે છે.
તેમને વિદ્યાર્થીઓને વિવિધ સાધનોનું પ્રદર્શન,પ્રાયોગિક નિદર્શન અને
કાર્યક્રમમાં NDRF ની ટીમ દ્વારા જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.
1. ધરતીકંપ સમયે બચાવ:
2. પ્રાથમિક સારવાર,
3. ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ NDRF ના જવાનોને આપત્તિ સમયના તેમના અનુભવો વિશે પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાનોએ ખૂબ જ સંતોષકારક જવાબો આપ્યા હતા. એન.એસ.એસ.ના લીડરે આ અમૂલ્ય અને જીવનરક્ષક માહિતી આપવા બદલ NDRF ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કે.જે.કક્કડ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિ એ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.





