આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના પૂર્વ પ્રાથમિક વિભાગ ધોરણ પાંચના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો
11 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના પૂર્વ પ્રાથમિક વિભાગ ધોરણ પાંચના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. જેમાં શિક્ષણ સમિતિના સભ્યશ્રી ખુમજીભાઈ ચૌધરી, છાત્રાલય સમિતિના સભ્યશ્રી નારાયણભાઈ ચૌધરી, ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી, ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી મુમતાઝઅલી પઠાણ વગેરેએ પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષિકાબેન હીનાબેન અને દીપિકાબેન એ પણ વિદ્યાર્થીઓને શિક્ષણ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તથા પૂર્વ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી શાંતાબેન ચૌધરીએ સ્પર્ધાનું સુંદર આયોજન કરવા બદલ સમગ્ર સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકશ્રી વેલજીભાઈ ચૌધરીએ કર્યું હતું.