પાગલનપુરમાં બારએસોસિયન ના વકીલો દ્વારા રક્તદાન કેમ્પમાં 59 બોટલો એકત્રિત કરી ઉમદા કામગીરી કરાઈ છે

29 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાગલનપુરમાં બારએસોસિયન ના વકીલો દ્વારા રક્તદાન કેમ્પમાં 59 બોટલો એકત્રિત કરી ઉમદા કામગીરી કરાઈ છે ટ્રાફિક પોલીસ સ્ટાફ તેમજ નગરસેવક આ કેમ્પમાં જોડાયા હતા.
પાલનપુર બાર એસોસિયેશન દ્વારા માનવતાભર્યા હેતુસર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ તેમજ સિનિયર અને જુનિયર વકીલમિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ રક્તદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન માનનીય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રીમતી સુભદ્રાબેન બક્ષી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન સિનિયર તથા જુનિયર વકીલમિત્રો સાથે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રક્તદાન કેમ્પ દરમિયાન કુલ રક્તની 59 યુનિટ એકત્રિત કરવામાં આવી, જે સમાજ માટે પ્રશંસનીય અને પ્રેરણાદાયક કામગીરી છે.
આ પ્રસંગે પાલનપુર બાર એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ શ્રી ભાવેશકુમાર સી. રાવલ દ્વારા તમામ રક્તદાતાઓને સર્ટિફિકેટ તથા ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
કાર્યક્રમમાં પાલનપુર વકીલ મંડળના મંત્રીશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના સભ્યો ઉપરાંત અનેક સિનિયર અને જુનિયર વકીલમિત્રો હાજર રહ્યા હતા.






